અમદાવાદ તા.25 ડિસોમ્બર 2025: dumper hits car on SG Highway શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર રાજપથ કલબ પાસે સર્જાયો હતો. એસજી હાઈવે પર ગત મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જોકે, સદભાગ્યે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે. આ બનાવને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના એસ.જી. હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે એક કારને ટક્કર મારી હતી, જેના કારણે કાર ડીવાઈડર તોડીને ડીવાઈડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માત દરમિયાન મોટો બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ આવ્યો હતો. અકસ્માત થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે સદનસીબે કારમાં બેઠેલા પરિવારનો બચાવ થયો છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગત મોડી રાતે શહેરના એસ.જી, હાઈવે પર એક પરિવાર કારમાં બેસીને રાજપથ ક્લબથી ઇસ્કોન બ્રિજ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરે કારને ટક્કર મારી હતી.આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર સુધી ડીવાઈડર પર ચઢી ગઈ હતી. અને ડીવાઈડર અને રેલીંગ પણ તૂટી ગયું હતું. અકસ્માતમાં બ્લાસ્ટ જેવો અવાજ આવતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.પોલીસ પણ બનાવની જાણ થતા સ્થળ પર પહોંચી હતી.જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે અકસ્માત અંગે પોલીસ ફરિયાદ થઈ નથી.


