1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં વરિયાની બજારમાં મકાનનો સ્લેબ અને દીવાલ ધસી પડતા વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું
સુરતમાં વરિયાની બજારમાં મકાનનો સ્લેબ અને દીવાલ ધસી પડતા વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું

સુરતમાં વરિયાની બજારમાં મકાનનો સ્લેબ અને દીવાલ ધસી પડતા વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું

0
Social Share

સુરત, 8 એપ્રિલ 2026: Elderly woman rescued after building slab and wall collapses શહેરના કોટ વિસ્તારમાં વરિયાવી બજારમાં પોલીસ ચોકી સામે આજે વહેલી સવારે એક વર્ષો જૂના મકાનની દીવાલ અને સ્લેબ અચાનક પત્તાના મહેલની જેમ ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. તૂટેલા મકાનના કાટમાળમાં ફસાયેલા 80 વર્ષના વૃદ્ધાનું ફાયરના જવાનોએ  રેસ્ક્યુ કર્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના વરિયાવી બજારમાં કૃષ્ણ મંદિરની બાજુમાં ઘર નંબર 2191માં આજે વહેલી સવારે એક માળના  મકાનનો સ્લેબ અને દીવાલ ધરાશાયી થતાં આસપાસના લોકો ઊંઘમાંથી જાગીને દોડી આવ્યા હતા.અને લોકોએ ધૂળની ડમરીઓ વચ્ચે શહેરના ફાયર બ્રિગેડને જાણ કર કરતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. અને ત્વરિત બચાવની કામગીરી હાથ ધરી હતી. વર્ષો જુનું  મકાન ધરાશાયી થયું ત્યારે ઘરમાં હાજર 80 વર્ષીય હરિબેન કાટમાળમાં નીચે ફસાઈ ગયા હતા. પથ્થરો અને લાકડાના કારણે તેઓ બહાર નીકળી શકતા નહોતા. તેથી ફાયરના જવાનોએ જોખમી સ્થિતિમાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માનવતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફાયર ઓફિસર બળવંતસિંહે જીવના જોખમે કાટમાળમાંથી હરિબેનને શોધી કાઢ્યા હતા. વૃદ્ધાને પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેઓ ચાલી શકે તેમ નહોતા, આથી ઓફિસર બળવંતસિંહે કોઈ પણ વિલંબ કર્યા વગર 80 વર્ષના વૃદ્ધાને પોતાના ખભે ઊંચકી લીધા હતા અને પહેલા માળેથી સુરક્ષિત રીતે નીચે લાવ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યાં બાદ એમ્બ્યુલન્સ મારફતે હરિબેનને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે, ફાયર વિભાગની સતર્કતાને કારણે વહેલી સવારે બનેલી આ ઘટનામાં જાનહાની ટળી હતી, જોકે જર્જરિત મકાનોના ભયને લઈને સ્થાનિકોમાં ફરી ચિંતા પ્રસરી ગઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code