1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ચૂંટણી પંચે મતદાર યાદી જાહેર કરી, 27 માર્ચ સુધી સુધારા અરજીઓ સ્વીકારાશે
ગુજરાત ચૂંટણી પંચે મતદાર યાદી જાહેર કરી, 27 માર્ચ સુધી સુધારા અરજીઓ સ્વીકારાશે

ગુજરાત ચૂંટણી પંચે મતદાર યાદી જાહેર કરી, 27 માર્ચ સુધી સુધારા અરજીઓ સ્વીકારાશે

0
Social Share

ગાંધીનગર, 24 માર્ચ 2026: Election Commission releases voter list  ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન પુનરાવર્તન (SIR)ની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો નક્કી સમયમર્યાદામાં (27 માર્ચ સુધી) અરજી કરી શકાશે. આ પ્રકિયા પૂર્ણ થયા બાદ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યની 15 મહાનગર પાલિકાએ, 84 નગરપાલિકા, તેમજ 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે.આ પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો નક્કી સમયમર્યાદામાં (27 માર્ચ સુધી) અરજી કરી શકાશે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code