
વિદેશ મંત્રી ડો. એસ.જ્યશંકર રશિયાની મુલાકાતે જશે
નવી દિલ્હીઃ રશિયા પાસેથી ઓઈલ ખરીદીથી નારાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર તોંતીગ ટેરીફ લાદવામાં આવ્યો છે. બીજી તરફ અમેરિકા અને ભારત વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર આગામી દિવસોમાં રશિયાની મુલાકાત લેશે. એટલું જ નહીં રશિયાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. ડો. એસ.જયશંકરની રશિયાની મુલાકાતને લઈને બંને દેશ વચ્ચે સંબંધ વધારે મજબુત બનશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારત અને રશિયાના સંબંધોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ રશિયાની મુલાકાત લેશે અને ત્યાં રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવને મળશે.