1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આણંદમાં પોલીસ હોવાની ઓળખ આપીને રોફ જમાવતો નકલી પોલીસમેન પકડાયો
આણંદમાં પોલીસ હોવાની ઓળખ આપીને રોફ જમાવતો નકલી પોલીસમેન પકડાયો

આણંદમાં પોલીસ હોવાની ઓળખ આપીને રોફ જમાવતો નકલી પોલીસમેન પકડાયો

0
Social Share
  • મૂછોના આંકડા ચડાવીને બ્લેકફિલ્મની કાર લઈને પોલીસ હોવાનું કહી રોફ જમાવતો હતો,
  • પોલીસે પૂછતાછ કરતા નકલી આઈકાર્ડ બતાવીને પોતે પાલીસ અધિકારી હોવાનું કહ્યુ,
  • પોલીસે ફરજના સ્થળ વિશે પૂછતાં આરોપીની પોલ ખૂલી

આણંદઃ શહેરમાં પોલીસના સ્વાંગમાં મૂછે વળ દઈને બ્લેક કાચવાળી કારમાં ફરતા નકલી પોલીસ પકડાયો છે. આણંદની બજારમાં ફરીને પોતે પોલીસ હોવાનું જણાવીને રોફ જમાવતા નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. નકલી પોલીસ બનીને ફરતા યુવકનો રોફ એટલો બધો હતો કે અસલી પોલીસ પહોંચી તો ય પોતે પોલીસમાં હોવાનું જણાવીને રોફ જમાવ્યો હતો અને આટલાથી ઓછું હોય એમ એની પાસે રહેલું આઇકાર્ડ પણ બતાવ્યું હતું, જોકે અસલી પોલીસે યુવાનને ક્યાં ફરજ બજાવે છે એવું પૂછતાં જવાબ ન આપી શકતા આખો ભાંડો ફૂટી ગયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, આણંદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે શહેરના તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશિપ તરફના રોડ પર કાળા કાચ અને કાળા કલરની બ્રેઝા કારમાં એક શખસ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી રહ્યો છે, જોકે તે પોલીસ નથી. તેની પાસે બનાવટી પોલીસ આઇડી અને પોલીસ લખેલી પ્લેટ પણ છે. આથી પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં બાતમી મુજબની ગાડી પાર્ક કરેલી હતી અને એમાં એક વ્યક્તિ બેઠેલી હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર (રહે. રઘુકુળ સોસાયટી, મોગર, તા.આણંદ) જણાવ્યું હતું અને પોતે પોલીસમાં હોવાનો દાવો કરી પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસનું આઇડી કાર્ડ બતાવ્યું હતું.  જોકે પોલીસે ફરજના સ્થળ વિશે પૂછપરછ કરતાં સુરેન્દ્રસિંહ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે આ પોલીસ આઈડી કાર્ડ બનાવટી છે. પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતાં તેના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન તેમજ મીડિયાના આઈડી કાર્ડ પણ મળ્યાં હતાં.તેમજ  કારમાંથી લાલ તથા વાદળી કલરના રેડિયમ પટ્ટાવાળી અંગ્રેજીમાં ‘પોલીસ’ લખેલી પ્લેટ પણ મળી આવી હતી, જે પોલીસે જપ્ત કરી છે. પકડાયેલા સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 204, 205, 336(2), 340(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી ​​​​​સુરેન્દ્રસિંહ પાસેથી મળેલું બનાવટી પોલીસ આઈડી. કાર્ડમાં ઓળખપત્ર નંબર 961 અને ઇસ્યુ તારીખ 28/05/2014 દર્શાવવામાં આવી હતી. કાર્ડધારકનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ અને હોદ્દો ‘પોલીસ કોન્સ્ટેબલ’ એમ અંગ્રેજી ભાષામાં લખેલું હતું તેમજ કાર્ડ પર સુરેન્દ્રસિંહનો ફોટો પણ હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code