1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરીને ભાવફેર આપવા ખેડૂતોની માગ
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરીને ભાવફેર આપવા ખેડૂતોની માગ

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરીને ભાવફેર આપવા ખેડૂતોની માગ

0
Social Share
  • ભાવફેર આપવામાં આવે તો સરકાર અને ખેડૂતો બન્ને માટે ફાયદારૂપ વિકલ્પ,
  • ભાવનગરના ખેડૂતોએ કૃષિમંત્રીને કરી રજુઆત,
  • રાજ્યમાં 66 લાખ ટનથી વધુ મગફળીના ઉત્પાદન થવાની ધારણા

ભાવનગરઃ સરકારે ખેડૂતો પાસેથી મગફળીના ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. અને તેના માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. ખેડૂતોને મદદરૂપ થવા સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે છે પણ તે મર્યાદિત હોય છે. જ્યારે ખેડૂતની ઉપજ તેનાથી પાંચગણી હોય બાકીની મગફળીના પુરતા ભાવ મળતા નથી. જ્યારે સરકાર ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ભાવે ખરીદી ઉપરાંત નિકાસ સમય વચ્ચે મોટો સમય વીત્યો હોય નુકસાનીની સાથે સરકારી કર્મીઓના સમય પણ બગડે છે. જે તેટલી જ ખોટ કે તેનાથી ઓછી રકમમાં ભાવ ફેર જમા આપે તો બન્ને પક્ષ સચવાય તેવી રજૂઆત કૃષિ મંત્રીને ખેડૂતો દ્વારા રજુઆત કરવામાં આવી છે.

ખેડૂતના કહેવા મુજબ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી દર વર્ષે કરવામાં આવે છે. જેમાં સમગ્ર વહીવટી તંત્ર કામે લાગે છે. એકંદરે ટેકાની ખરીદીમાં નુકસાનીનું તારણ નીકળ્યું છે. આ પરિસ્થિતિમાં સરકાર ધારે તો ખેડૂતોને ભાવફેરની રકમ ચુકવી સરળ રસ્તો કાઢી શકે છે. આ વરસે મગફળીનું ઉત્પાદન સરકારના અંદાજ મુજબ ૬૬ લાખ ટન જેટલું થવાની શક્યતા છે. જેમાં તા.28મી ઓક્ટોબર સુધીમાં થયેલા માવઠાને લઇને ઉત્પાદનમાં સરેરાશ 25 ટકા જેટલો ઘટાડો આવી શકે, જેથી વાસ્તવિક ઉત્પાદન 50 લાખ ટન જેટલું થાય તેવું અનુમાન કરી શકાય. સરકાર ઉત્પાદનના 25 ટકા મુજબ ખરીદ કરવા નિર્ણય કરે તો 12 થી 13 લાખ ટનની ખરીદી કરવી પડે. સરકાર રજિસ્ટ્રેશન થયેલા 932000 ખેડૂતો પાસેથી ખેડૂત દીઠ 70 મણ ખરીદ કરવા વિચારે છે જેથી ખરીદી 13 લાખ ટન જેવી કરવી પડે. સરકારે જાહેર કરેલ ટેકાના મણ દીઠ ભાવ રૂા.1453 ઉપર તમામ ખરાજાત ખર્ચ મણ દીઠ રૂા.247 આવે છે. આમ પડતર મણ દીઠ રૂા.1700 થવા જાય છે જેનું વેચાણ રૂા.1100 મણ દીઠ થાય તેનાથી રૂા.600 મણ દીઠ નુકશાન થાય, જેની રકમ અંદાજીત રૂા.3900 કરોડ જેટલી થાય. ઉપરાંત માત્ર 70 મણની ખરીદીને કારણે ખેડૂતોમાં અસંતોષની લાગણી રહેવા પામે છે. કેમ કે સરકાર મણ દીઠ રૂા.600 નુકશાન કરી ખેડૂતને માત્ર 70 મણનો 1457નો ભાવ આપશે, પરંતુ ખેડૂતની બાકીની મગફળી 800-1000માં વેચાણ થશે. જે પડયા પર પાટું સાબીત થશે.આથી સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી ન કરીને ખેડૂતોના ભાવ ફેર આપવો જોઈએ. આ અંગે રાજ્યના કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code