1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં વધારો થતા ખેડુતોને રાહત
મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં વધારો થતા ખેડુતોને રાહત

મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં વધારો થતા ખેડુતોને રાહત

0
Social Share
  • સપ્તાહ પહેલા ડુંગળીના ભાવ ગગડી જતા ખેડુતોની હાલત કફોડી બની હતી,
  • યાર્ડમાં હાલ સફેદ ડુંગળીની સૌથી વધુ આવક,
  • યાર્ડના ચેરમેને પત્ર લખીને સરકાર પાસે ડુંગળીના પાકમાં સહાયની માગ કરી હતી

મહુવાઃ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં લાલ અને સફેદ ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ડુંગળીના ખરીદ-વેચાણ માટે મહુવા માર્કેટ યાર્ડ મોટું પીઠું ગણાય છે. દેશભરના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે મહુવા આવતા હોય છે. એક અઠવાડિયા પહેલા ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવને પગલે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. એક સમયે તો 60 પૈસે કિલોના ભાવે ડુંગળી લેવા કોઈ વેપારી તૈયાર થતા નહોતા. જોકે હવે ખેડુતો માટે રાહતના સમાચાર મળ્યા છે. લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો ડુંગળીનું પીઠું કહેવામાં આવે છે, એક અઠવાડિયા પહેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોએ ખેતરમાં જ પોતાના પાકમાં ટ્રેક્ટર ચલાવવાની ફરજ પડી હતી. આ સ્થિતિ વચ્ચે હવે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ધીરે ધીરે ઊંચકાઈ રહ્યા છે, અને ડુંગળીની આવક પણ મહુવા માર્કેટીંગ યાર્ડમાં ધીરે ધીરે વધવા લાગી છે. માર્કેટિંગ યાર્ડમાં હાલના સમય સફેદ ડુંગળીની આવક સૌથી વધારે છે.

મહુવા માર્કેટિંગ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ એક અઠવાડિયા ડુંગળીના ભાવ ગગડી ગયા હતા. ખેડૂતો 60 પૈસામાં ડુંગળી વેચવા મજબૂર થયા હતા અને સૌથી ઊંચા ભાવ 9 રૂપિયા સુધી મણના મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. જો કે ત્યારબાદ ધીરે ધીરે બજારમાં સુધારો આવ્યો છે. ડુંગળીના ભાવ ગગડી ગયા ત્યારે કૃષિમંત્રીને માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા પણ પત્ર લખીને ખેડૂતોને સહાય અને વળતર આપવા માટે માંગ કરાઈ હતી. જો કે ત્યારબાદ ડુંગળીની આવક ધીરે ધીરે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વધવા લાગી છે.  મહુવા તાલુકામાં સૌથી વધુ સફેદ ડુંગળીનું વાવેતર થાય છે, સફેદ ડુંગળીમાંથી બનતી ચીજો એક્સપોર્ટ થતી હોય છે. ત્યારે મહુવા માર્કેટિંગ લાલ ડુંગળીની આવક 11,418 ગુણીની થઈ છે, જ્યારે ભાવ સૌથી ઓછા 40 રૂપિયા અને સૌથી વધુ 346 મણના રહેવા પામ્યા છે. જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળીમાં 1,02,965 ગુણીની આવક થઈ હતી.  જેમાં સૌથી નીચા ભાવ 45 રૂપિયા અને સૌથી ઊંચા ભાવ 260 રૂપિયા મણના રહેવા પામ્યા છે. આમ ડુંગળીની બજારમાં ધીરે ધીરે ભાવમાં સુધારો થતો જઈ રહ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code