1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનના ગંગાનગરમાં ગમખ્વાર અકસ્માત, છના મોત
રાજસ્થાનના ગંગાનગરમાં ગમખ્વાર અકસ્માત, છના મોત

રાજસ્થાનના ગંગાનગરમાં ગમખ્વાર અકસ્માત, છના મોત

0
Social Share
  • મોટરકારે બે બાઇકને ટક્કર મારી
  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

જયપુરઃ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં મોડી રાત્રે એક કારે બે બાઇકને ટક્કર મારી હતી, આ દૂર્ઘટનામાં છ યુવાનોના મોત થયા હતા. બિજયનગર પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ રામે જણાવ્યું હતું કે, સુરતગઢ-અનુપગઢ રાજ્ય ધોરીમાર્ગ પર મોડી રાત્રે આ અકસ્માત થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતગઢ-અનુપગઢ માર્ગ ઉપર પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટયરિંગ પરનો કાબુ ગુમાવતા બે બાઈકને ટક્કર મારી હતી. બાઇક પર સવાર યુવાનો જાગરણ સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.” કારે બે બાઈકને અડફેટે લેતા તેની ઉપર સવાર યુવાનોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઉચ્ચ પોલીસ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ દૂર્ઘટનામાં તારાચંદ (ઉ.વ. 20), મનીષ (ઉ.વ. 24), રાહુલ (ઉ.વ. 20), શુભકરણ (ઉ.વ. 19) અને બલરામ (ઉ.વ. 20)ના આ દૂર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં છે. તેમજ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને કાર ચાલકને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code