1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનએ વર્ષ 2025-26નું 1744 કરોડનું બજેટ રજુ કર્યું
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનએ વર્ષ 2025-26નું 1744 કરોડનું બજેટ રજુ કર્યું

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનએ વર્ષ 2025-26નું 1744 કરોડનું બજેટ રજુ કર્યું

0
Social Share
  • શહેરમાં 8 ઓક્સિજન પાર્ક અને 5 અર્બન ફોરેસ્ટ બનાવાશે
  • આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે
  • શહેરની વસતી અને વિસ્તાર વધતા ફાયરની સુવિધા અદ્યત્તન કરાશે

 ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2025-26 માટે રૂ. 1744.21 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે.  જે ગત વર્ષની સરખામણીએ 38 ટકાનો વધારો દર્શાવે છે. મ્યુનિ. કમિશનર જે.એન. વાઘેલાએ વાઈબ્રન્ટ ગુજરાત-2026 અને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કર્યું છે. વર્ષ 2025-26ના બજેટમાં વૃક્ષારોપણ, તળાવોના સંરક્ષણ અને બગીચા નિર્માણના આયોજન કરવામાં આવ્યા છે. જે મુજબ શહેરમાં કુલ 4 મિયાવાકી દેશી પ્રજાતિ ફોરેસ્ટ, 8 ઓક્સિજન પાર્ક, 5 અર્બન ફોરેસ્ટ, 1 ઇકોલોજીકલ પાર્ક અને 2 ઓક્સિજન કોરીડોર બનાવવાનું આયોજન કરાયું છે. આ માટે બજેટમાં જોગવાઇ કરાઈ છે.

ગાંધીનગર શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. રાંધેજા વિસ્તારમાં જિલ્લા કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે વાવોલમાં 23 કરોડના ખર્ચે ગાર્ડન અને પાંચ આંબા તળાવનું નિર્માણ થશે. શહેરની સુંદરતા વધારવા ત્રણ કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે અને વિવિધ સ્થળોએ આકર્ષક સર્કલો પણ બનાવવામાં આવશે. તેમજ આરોગ્ય સુવિધાઓમાં રાંધેજા, સરગાસણ અને કોટેશ્વર ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ત્રણ ઝોનમાં આયુષ સેન્ટર્સ બનાવાશે. શિક્ષણ ક્ષેત્રે રાંધેજા, પેથાપુર, સેક્ટર-15 સહિત અનેક સ્થળોએ નવી શાળાઓ અને આંગણવાડીઓનું નિર્માણ કરાશે.

ગાંધીનગર મ્યુનિ. કમિશનરે વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમિયાપુર, ખોરજ અને વાવોલમાં નવા ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે.  જેના માટે 80 કરોડના ખર્ચે નવા ફાયર વાહનોની ખરીદી કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ કાર્યો હાથ ધરાશે, જેમાં પેથાપુરમાં સ્વિમિંગ પુલ અને યોગા સેન્ટર, કોલવડામાં સિનિયર સિટીઝન પાર્ક, અને વિવિધ સ્થળોએ કોમ્યુનિટી હોલ અને લાયબ્રેરીનું નિર્માણ સામેલ છે. શહેરમાં કુલ 4 મિયાવાકી દેશી પ્રજાતિ ફોરેસ્ટ, 8 ઓક્સિજન પાર્ક, 5 અર્બન ફોરેસ્ટ, 1 ઇકોલોજીકલ પાર્ક અને 2 ઓક્સિજન કોરીડોર બનાવવાનું આયોજન કરાયું છે. આ માટે બજેટમાં જોગવાઇ કરાઈ છે.

ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ જણાવ્યું કે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2025- 26માં ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન  વિસ્તારમાં 2.50 લાખ જેટલા દેશી પ્રજાતિના વૃક્ષોનુ વાવેતર કરવામાં આવશે. રોપવામાં આવેલા રોપા ઉછરે તે માટે 90 ટકાથી પણ વધુનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને રોપાના ઉછેર માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે આ સાથે શહેરના પ્રાચિન તળાવો- જળાશયોની જાળવણી માટે પણ ખાસ આયોજન કરાયું છે. શહેરમા કુલ 75 જેટલા કુદરતી તળાવો ફરતે 60 હજારથી વધારે દેશી પ્રજાતિના વૃક્ષો રોપવામાં આવશે. આ તળાવો ઉંડા કરીને તેના કાંઠાઓ બાંધી વૃક્ષારોપણ કરી તેના ફરતે પ્રોટેક્શન વોલ- ફેન્સિંગ કરવામાં આવશે. જળાશયોના પાણીની સંગ્રહશક્તિ અને સંવર્ધનમાં વધારો થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code