1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મ્યુનિ.દ્વારા હવે રખડતા કૂતરાઓ માટે હોસ્ટેલ બનાવાશે
ગાંધીનગર મ્યુનિ.દ્વારા હવે રખડતા કૂતરાઓ માટે હોસ્ટેલ બનાવાશે

ગાંધીનગર મ્યુનિ.દ્વારા હવે રખડતા કૂતરાઓ માટે હોસ્ટેલ બનાવાશે

0
Social Share

ગાંધીનગર, 31 ડિસેમ્બર 2025Gandhinagar Municipality will now build a hostel for stray dogs  પાટનગર ગાંધીનગરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અને ડોગ બાઈટના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અડાલજ નજીક રખડતા કૂતરાઓ માટે હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાલતુ કૂતરા (પેટ ડોગ) માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

 ગાંધીનગરમાં રખડતા કૂતરાના વધતા ત્રાસ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મેયરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રખડતા કૂતરાઓ માટે અડાલજ ખાતે 200ની ક્ષમતા ધરાવતી ખાસ એનિમલ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ શહેરમાં પાલતુ શ્વાન રાખનારા માલિકો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં રખડતા શ્વાનના વધતા ત્રાસ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતો. જોકે, સભા દરમિયાન રજૂ થયેલી 10 દરખાસ્તો પૈકી પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનની દરખાસ્ત ચર્ચામાં રહી હતી. આ સભામાં મૂળ કોંગ્રેસી એવા ભાજપના કાઉન્સિલર અને સુએઝ, સેનીટેશન સમિતિના ચેરમેન અંકિત બારોટે આ મુદ્દે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન આવકારદાયક છે, પરંતુ શહેરમાં રખડતા કૂતરાઓનો પ્રશ્ન વધુ ગંભીર છે. વોર્ડમાં જતી વખતે લોકો અવારનવાર આ ત્રાસ અંગે ફરિયાદ કરે છે. કોર્પોરેટરોએ બીજા કામો છોડીને કૂતરાઓની ફરિયાદો પાછળ દોડવું પડે છે. અંકિત બારોટની રજૂઆતના જવાબમાં મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી હતી કે અડાલજ ખાતે રખડતા શ્વાન માટે ખાસ હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે. આ હોસ્ટેલની ક્ષમતા 200 શ્વાન રાખવાની હશે. બીમાર કે હડકાયા શ્વાનને પકડીને ત્યાં જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. શહેરમાં શ્વાનના ખસીકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવામાં આવશે.

આ અંગે અંકિત બારોટે કહ્યું કે, લોકોની ફરિયાદ હતી કે રખડતા કુતરાઓનો ત્રાસ વધી ગયો છે. મેં સભામાં રજૂઆત કરી કે માત્ર રજીસ્ટ્રેશન નહીં પણ રખડતા શ્વાન માટે નક્કર પોલિસી હોવી જોઈએ. કમિશનરે આશ્વાસન આપ્યું છે કે અડાલજમાં હોસ્ટેલ તૈયાર થયા બાદ આ સમસ્યાનો ટૂંક સમયમાં અંત આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાએ મંજૂર કરેલી નવી દરખાસ્ત મુજબ, હવે ગાંધીનગરના નાગરિકોએ તેમના ઘરમાં રાખેલા પાલતુ કૂતરાઓની નોંધણી મહાનગરપાલિકામાં કરાવવી પડશે. આ નિર્ણય પાછળનો હેતુ પાલતુ પ્રાણીઓનો ડેટા રાખવાનો અને જવાબદાર પેટ ઓનરશિપને પ્રોત્સાહન આપવાનો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code