1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ
જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ

જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ

0
Social Share
  • 15 સરકારી યુનિવર્સિટીમાં પીજીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત
  • વિદ્યાર્થીઓ અનુસ્નાતકમાં પ્રવેશ માટે 7મી જુન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે
  • જીકાસ દ્વારા એમ.એ., એમ.કોમ., એમએસ.સી. સહિતના કોર્સમાં સરળતાથી પ્રવેશ મળશે

અમદાવાદઃ રાજ્યમાં તમામ સરકારી યુનિવવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની કાર્યવાહી જીકાસ પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેરીટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં પણ જીકાસ પોર્ટલ દ્વારા કાલે તા. 29મી મેથી 7મી જુન સુધી રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ 29 મીથી અનુસ્નાતક કક્ષાનાં કોર્સમાં એડમિશન માટે ક્વિક રજીસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જે 7 જૂન સુધી ચાલશે. સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રથમ રાઉન્ડના અંતે 2.56 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. જો કે તેની સામે ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાની છે, ત્યારે રાજ્યની સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કૉલેજોમાં હજૂ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. કોઈપણ વિદ્યાર્થીના એડમિશન કન્ફોર્મ કરવામાં આવ્યા નથી. જેથી કહી શકાય કે, સરકારી યુનિવર્સિટીઓમાં GCAS મારફત સેન્ટ્રલાઈઝ એડમિશનથી વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થયો નથી ઉલટું નુક્શાન થયું છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં સરકારી યુનિવર્સિટીઓમાં અને સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતકમાં પ્રવેશ માટે પ્રક્રિયા 29 મેથી શરૂ થશે જે 7 જૂન સુધી ચાલશે. જ્યારે વેરિફિકેશન સેન્ટર ઉપર પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થઈ ચૂકયું છે. જે 10 જૂન સુધી ચાલશે. પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 16થી 18 જૂન દરમિયાન બહાર પડશે. જ્યારે બીજો રાઉન્ડ 20થી 21 જૂન, ત્રીજો રાઉન્ડ 24થી 25 જૂન દરમિયાન તો પ્રવેશનો ચોથો રાઉન્ડ 27 અને 28 જૂન દરમિયાન બહાર પડશે.

રાજ્ય સરકા રની સૂચના મુજબ તમામ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજો પર ફ્રી રજીસ્ટ્રેશન સેન્ટર શરૂ થયા છે, પરંતુ ત્યાં સુધી પણ વિદ્યાર્થીઓએ ધક્કો ન ખાવો હોય તો પોતાના મોબાઈલ પર સરળતાથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રાજ્યમાં એમ.એ., એમ.કોમ., એમએસ.સી. સહિતના કોર્સમાં વિદ્યાર્થીઓને સરળતાથી એડમિશન મળી રહેશે. સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એડમિશન માટે GCAS પર રજીસ્ટ્રેશન ફરજિયાત હોવાથી હાલ દરેક કોલેજોમાં વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવતા જોવા મળી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code