
ભારત-બાંગ્લાદેશ સરહદ પર સોનાની તસ્કરીનો પર્દાફાશ, 80.55 લાખનું સોનું જપ્ત કરાયું
કોલકાતાઃ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ સોનાની એક મોટી તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. દક્ષિણ બંગાળ સીમા સુરક્ષા દળની 32મી બટાલિયનના જવાનોએ કાર્યવાહી દરમિયાન 719.2 ગ્રામ વજનના કુલ છ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે, જેઓની અંદાજીત કિંમત રૂપિયા 80.55 લાખ જેટલી થાય છે. આ દરમિયાન એક ભારતીય તસ્કરને ઘટનાસ્થળેથી જ ઝડપાયો હતો.
BSFને મળેલી ગુપ્ત માહિતી બાદ બળના જવાનોએ તરત જ રણનીતિ ઘડી હતી. તેઓએ સરહદ નજીકના કેરી અને કેલા ના બાગોમાં બે જૂથોમાં દ્વારા પેટ્રોલીંગ તેજ કરવામાં આવ્યું હતું. સવારે આશરે 8:30 વાગ્યે બે ભારતીય અને બે બાંગ્લાદેશી તસ્કરો સરહદના બંને બાજુથી આગળ વધતા દેખાયા હતા. બાંગ્લાદેશી તસ્કરોએ પ્લાસ્ટિકના પેકેટ ભારતીય તસ્કરો તરફ ફેંક્યા હતા. તે પેકેટ ઉઠાવતાં જ BSF જવાનોએ ઝડપી લેવાની કાર્યવાહી કરીને એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા તસ્કર પાસે બે પ્લાસ્ટિકના પેકેટ અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ઉપરાંત, ઘટનાસ્થળેથી એક વધારાનો મોબાઇલ ફોન પણ જપ્ત થયો હતો. પેકેટોની તપાસ કરતાં તેમાં છ સોનાના બિસ્કિટ મળ્યા, જે તસ્કરી માટે મોકલવામાં આવ્યા હતા.