1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં એરપોર્ટ પર પ્રવાસી મહિલા પાસેથી 83 લાખનું સોનું પકડાયું
અમદાવાદમાં એરપોર્ટ પર પ્રવાસી મહિલા પાસેથી 83 લાખનું સોનું પકડાયું

અમદાવાદમાં એરપોર્ટ પર પ્રવાસી મહિલા પાસેથી 83 લાખનું સોનું પકડાયું

0
Social Share

અમદાવાદ, 31 માર્ચ 2026: Gold worth Rs 83 lakh seized from tourist woman શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટની ટીમે કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા પ્રવાસી પાસેથી  રૂપિયા 83.29 લાખનું સોનું જપ્ત કર્યું છે. કુઆલાલમ્પુરથી ફ્લાઈટ નંબર AK-91 દ્વારા અમદાવાદ ઉતરેલી આ મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે પોતાના ગુપ્ત ભાગમાં કાળી ટેપથી વીંટાળેલી બે લંબગોળ કેપ્સ્યુલ છુપાવી હતી, પ્રવાસી મહિલાની હીલચાલ શંકાસ્પદ લાગતા ગ્રીન ચેઈનમાંથી નિકળતા જ કસ્ટમ અધિકારીઓએ મહિલાને રોકીને તપાસ કરતા તેની પાસેથી પ્રવાહી કેમિકલયુક્ત સોનાની પેસ્ટ મળી આવી હતી.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) ની ટીમે ગઈ તા. 30 માર્ચના રોજ ફ્લાઇટ નંબર AK 91 દ્વારા કુઆલાલમ્પુરથી અમદાવાદ આવેલી મહિલાની હિલચાલ શંકાસ્પદ લાગતા તેના પર વોચ રાખી હતી. દરમિયાન  ટર્મિનલ-2 પર ઉતરેલી આ મહિલા જ્યારે ગ્રીન ચેનલ દ્વારા બહાર નીકળવાની ફિરાકમાં હતી, ત્યારે જ અધિકારીઓએ તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલાના શરીરના ગુપ્ત ભાગમાંથી કાળી ટેપથી વીંટાળેલા લંબગોળ આકારની બે કેપ્સ્યુલ્સ મળી આવી હતી. આ કેપ્સ્યુલ્સમાં પ્રવાહી કેમિકલ્સ સાથે મિશ્રિત સોનાની પેસ્ટ ભરેલી હતી, જેનું કુલ વજન 643.28 ગ્રામ હતું. ત્યારબાદ નિષ્ણાતોની હાજરીમાં શુદ્ધિકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા, તેમાંથી 999.0 શુદ્ધતા ધરાવતું 553.07 ગ્રામ (24 કેરેટ) સોનું પ્રાપ્ત થયું હતું.

એરપોર્ટ પર પ્રવાસી મહિલા પાસેથી જપ્ત કરવામાં આવેલા સોનાની બજાર કિંમત 83,29,234 અને ટેરિફ મૂલ્ય 75,58,393 આંકવામાં આવી છે. પ્રવાસીએ કસ્ટમ્સ વિભાગને જાણ કર્યા વિના અને ડ્યુટી ચોરીના ઈરાદે શરીરમાં સોનું છુપાવી દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાથી, કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે આ દાણચોરી પાછળ અન્ય કોઈ સિન્ડિકેટ કામ કરી રહી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code