1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા નેશનલ હાઈવે પર દાદી અને પૌત્રને કારએ અડફેટે લેતા બન્નેનાં મોત
વડોદરા નેશનલ હાઈવે પર દાદી અને પૌત્રને કારએ અડફેટે લેતા બન્નેનાં મોત

વડોદરા નેશનલ હાઈવે પર દાદી અને પૌત્રને કારએ અડફેટે લેતા બન્નેનાં મોત

0
Social Share

વડોદરા તા. 25 ડિસેમ્બર 2025: Grandmother and grandson hit by car, both die રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા બન્નેના મોત નિપજ્યા હતા. આ બનાવથી આજુબાજુના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, અને પોલીસને જાણ કરાતા કપૂરાઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  દાદી અને પૌત્ર પોતાના ગામડેથી વડોદરા શહેરમાં રહેતા દીકરાના ઘરે આવી રહ્યાં હતાં, એ દરમિયાન નેશનલ હાઈવે ઓળંગતી વખતે પૂરફાટ ઝડપે આવેલી કારે દાદી અને પૌત્રને અડફેટે લીધાં હતાં. અને ગંભીર ઈજા થવાની બન્નેના મોત નિપજ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એકસાથે બે સ્વજનો ગુમાવતાં મૃતકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

વડોદરા શહેરના બાપોદ વુડાના મકાનમાં રહેતા અને મૂળ પંચમહાલના શનાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની માતા હરખાબેન પ્રભાતભાઈ સોલંકી (ઉંમર વર્ષ 70) અને દીકરો વનરાજ સોલંકી (ઉંમર વર્ષ 10, મૂળ નિશાળ ફળિયું, વાછાવડ કલોલ પંચમહાલ) ગામડેથી મારા ઘરે બાપોદ વુડાના મકાનમાં આવતાં હતાં એ દરમિયાન આ રોડ ક્રોસ કરતા સમયે કારે અડફેટે લેતા ઘટનાસ્થળે જ બન્નેના મોત નીપજ્યાં હતાં.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ગંભીર અકસ્માત કપૂરાઇ પોલીસે મથક હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઇવે 48 આજવા ચોકડીથી વાઘોડિયા તરફ પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટી આગળ તક્ષ્ય ગેલેક્સી મોલ પહેલાં સર્જાયો હતો. આ અકસ્માતમાં તેઓ રોડ ક્રોસ કરતાં હતાં એ દરમિયાન ફોર-વ્હીલર ચાલકે ટક્કર મારતાં દાદી અને પૌત્ર બંને ફંગોળાયાં હતાં. ગંભીર ઇજાઓને લઈ તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત સર્જનાર કારચાલકને પોલીસે અટકાયત કરી છે. આ મામલે કપૂરાઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code