
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ચોરી કરનારા 104 વિદ્યાર્થીઓને સજા કરાઈ
- 140 વિદ્યાર્થીઓને પરિણામ રદ કરવાથી લઈને બે વર્ષ પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા
- વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં 176 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા
- 39 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સમર 2024ની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 140 વિદ્યાર્થીઓને એક વિષયનું પરિણામ રદ કરવાથી લઈને લેવલ-4 એટલે કે ચાલુ વર્ષનું પરિણામ રદ કરીને બે વર્ષ પરીક્ષામાં બાકાત રાખવાની સજા કરી છે. પરીક્ષામાં 176 વિદ્યાર્થીઓ ગેરરીતિમાં પકડાયા પરીક્ષા વિભાગ દ્વારા હિયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 39 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ગુજરાત ટેક્નોલોજી યુનિ. (જીટીયુ)ની સમર 2024 એક્ઝામમાં ચોરી કરતા પકડાયેલા કુલ 140 વિદ્યાર્થીઓને લેવલ-1 એટલે કે એક વિષયનું પરિણામ રદ કરવાથી માંડીને લેવલ-4 એટલે કે ચાલુ પરીક્ષાનું પરિણામ રદ કરીને પછીના બે વર્ષની પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા કરવામાં આવી છે. જ્યારે 39 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા છે. જીટીયુની સમર-2024ની એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ, એમસીએની પરીક્ષા દરમિયાન કુલ 176 વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની ચોરી કરતા પકડાયા હતા, જેના અનુસંધાને અનફેરમિન્સ કમિટી (યુએફએમ)એ એક મહિના પહેલાં સુનાવણી હાથ ધરીને વિદ્યાર્થીઓ, કોપી કેસ કરનારા જીટીયુના પ્રતિનિધિઓને બોલાવીને સમગ્ર કેસમાં સજા જાહેર કરી હતી. કમિટીએ 140 વિદ્યાર્થીને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે બાકીના 36 વિદ્યાર્થીએ ચોરી ન કરી હોવાનું પુરવાર થતા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જીટીયુની સમર એક્ઝામમાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓએ હાથે લખેલી કાપલી, માઇક્રો ફોટોકોપી સહિત વિવિધ પ્રકારે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને લેવલ 1થી લેવલ 5 સુધીની અલગ અલગ સજા આપવામાં આવી છે. આમ વિદ્યાર્થીઓને લેવલ 1થી લેવલ 5 સુધીની સજા કરવામાં આવી છે.