1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે પૂર્ણ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે પૂર્ણ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે પૂર્ણ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

0
Social Share

અમદાવાદ, 29 માર્ચ 2026: GUJCET exam ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે યોજાઈ હતી. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (GUJCET)ની પરીક્ષા આજે એક જ દિવસમાં અલગ અલગ સમયે ત્રણ પેપર લેવાયા હતા.  અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈ ચુસ્ત બંદોબસ્ત અને માર્ગદર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ સહિત મહાનગરોના પરીક્ષા કેન્દ્રો પર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ જોવા મળી હતી.  જેમાં અમદાવાદ શહેરમાં 8,720 અને અમદાવાદ ગ્રામ્યમાં 3,146 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે ગુજરાતી માધ્યમમાં શહેરમાં 2,512 અને ગ્રામ્યમાં 3,097 વિદ્યાર્થીઓ તેમજ હિન્દી માધ્યમમાં અનુક્રમે 522 અને 109 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. શિક્ષણ વિભાગ દ્વારા તમામ 89 બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ પારદર્શક રીતે પરીક્ષા લેવામાં આવી હતી. આજે ગુજકેટની પરીક્ષા એક જ દિવસે ત્રણ તબક્કામાં લેવામાં આવી રહી છે. પ્રથમ પેપર સવારે 09:00 થી 12:00 અને બીજું પેપર બપોરે 01:40 થી 02:40 વાગ્યા સુધી લેવાયું હતું. હવે, ત્રીજું અને અંતિમ પેપર સાંજે 04:00 થી 05:00 વાગ્યા દરમિયાન લેવામાં આવી હતી.

આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ ઉમટી હતી. અનેક શાળાઓમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ફૂલ આપી અને મોઢું મીઠું કરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ અને વાલીઓની મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સ્ક્વોડ અને નિરીક્ષકોની ટીમોએ સતત નિરીક્ષણ કર્યુ હતું. (File photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code