1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા હેકાથોન -2024નુ આયોજન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા હેકાથોન -2024નુ આયોજન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા હેકાથોન -2024નુ આયોજન

0
Social Share

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના AICTE દ્વારા આયોજિત સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 – સોફ્ટવેર એડિશનની ઉજવણીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનોથી થઈ, જેમાં મહાનુભાવોએ આ 36-કલાકના કોડિંગ મેરેથોન માટે પ્રેરણાદાયી વાતો કરી, જે વાસ્તવિક જીવનની પડકારોનો ઉકેલ લાવવા માટે રચાયેલ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સૌને આદર સાથે આવકારતા જી.ટી.યુ.ના નૂતન અભિગમ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી. GESIAના ચેરમેન પ્રણવ પંડ્યાએ હેકાથોનને સર્જનાત્મકતા, ટીમવર્ક અને ટેક્નોલોજી સાથે સમકાલીન પડકારોનું ઉકેલ લાવનારા જીવંત મંચ તરીકે વર્ણવ્યો હતો.. AICTEના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. નીતુ ભગતે હેકાથોનના વિદ્યાર્થીઓ પરનાં પરિવર્તનશીલ પ્રભાવ વિશે સમજાવીને તેમને વાસ્તવિક જીવનના પડકારો માટે તૈયાર કરવાનો ઉલ્લેખ કર્યો.

 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરે 2017થી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન સાથે યુનિવર્સિટીના લાંબા જોડાણનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરીને આ પ્રવૃત્તિ નવીનતા અને ઉદ્યમશીલતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે તેમ જણાવ્યું હતું. SAC-ISROના ડાયરેક્ટર ડૉ. નિલેશ દેસાએ હેકાથોનની સફરને શોધ સાથે સરખાવતા વિદ્યાર્થીઓને કુતુહલ અને ઉલ્લાસ સાથે પડકારોને સ્વીકારવા પ્રોત્સાહન આપ્યું.અંતમા સ્વામીશ્રી ડો.પરમાત્માનંદ સરસ્વતીજીએ હેકાથોનમાં પડકારોનો સામનો કરવા, સહયોગ આપવા અને સમાજ માટેના ઉચ્ચ મૂલ્યો જાળવણી પર પ્રકાશ પાડતું પ્રેરણાદાયી પ્રવચન કર્યું હતું.

રાજ્ય સ્તરીય ઉદ્ઘાટન પછી, સવારે 9:00 વાગ્યે સમગ્ર દેશભરના નોડલ સેન્ટર્સને જોડતી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ની કેન્દ્ર સ્તરીય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં AICTEના અધ્યક્ષ પ્રોફ. ટી. જી. સિથારામ, ઉપાધ્યક્ષ ડૉ. અભય જેરે, શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને માન. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તેઓએ હેકાથોનના રાષ્ટ્રીય સ્તરના પ્રભાવ અને નવીનતા તથા સમસ્યાના ઉકેલ માટેના એકતાના મંચ તરીકેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેતા સંસ્થાઓ અને સરકારના પ્રયાસો હેકાથોનના માધ્યમથી આગામી પેઢીને સમાજ માટેના મૂલ્યવર્ધક ઉકેલ લાવવા પ્રેરણા આપે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code