
- આજે 68 તાલુકામાં પડ્યો સામાન્ય વરસાદ,
- સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ભારે વરસાદની શક્યતા,
અમદાવાદઃ ગુજરાતમાં આજે દિવસ દરમિયાન 68 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના તલાળામાં 20 મીમી પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેને કારણે ભારે વરસાદની શક્યતા છે, જે બે દિવસ યથાવત્ રહેશે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે શહેરીજનોએ બફારાનો અનુભવ કર્યો હતો. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ જ્યારે ગઈકાલે શહેરમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 25થી 27 ડિગ્રી સેલ્સિયસ હતું. ફક્ત એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચથી સાત ડિગ્રીનો તફાવત થતા અમદાવાદવાસીઓને આજે ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદની માહોલ રહેશે. આ સાથે આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટાં પડવાની શક્યતાઓ છે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થશે.
#GujaratWeather #HeavyRain #CyclonicCirculation #WeatherAlert #SaurashtraRain #SouthGujarat #AhmedabadWeather #WeatherForecast #MonsoonUpdate #WeatherReport #Rainfall #CycloneEffect #WeatherPattern #ClimateUpdate #GujaratForecast