1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. સવારના નાસ્તામાં બનાવવું છે કઈ ખાસ, તો બનાવો આ ખાસ બ્રેડ ઉત્તપમ
સવારના નાસ્તામાં બનાવવું છે કઈ ખાસ, તો બનાવો આ ખાસ બ્રેડ ઉત્તપમ

સવારના નાસ્તામાં બનાવવું છે કઈ ખાસ, તો બનાવો આ ખાસ બ્રેડ ઉત્તપમ

0
Social Share

નાના બાળકોમાં નાસ્તામાં ખૂબ નાટક હોય છે. જેથી ઘણા માતા પિતા હેરાન થતાં હોય છે. જો તમારું બાળક પણ ટિફિન લઈ જવામાં નાટક કરે છે તો નાસ્તા માટે આ બ્રેકફાસ્ટ તમે તૈયાર કરી શકો છો. આ નાસ્તો બનાવમાં ઘણો સરળ અને સમયની પણ બચત કરાવે તેવો પોષણયુક્ત છે. ચાલો વિસ્તૃતમાં જાણીએ આ રેસપીના વિશે.

ટેસ્ટી ઉતપમ માટેની જરૂરી સામગ્રી:
બ્રેડ ઉતપમ બનાવવા માટે અમુક સામગ્રીઓની આવશ્યકતા રેહશે. જેમાં 4 – 5 સ્લાઇસ બ્રેડ, 2 કપ સૂજી, 2 મોટા ચમચા મેદો, એક કપ દહી, થોડી માત્રામાં શિમલા મરચાં, 2 પીસ સમારેલી ડુંગળી, એક ટામેટું, કોથમીર, છોલેલું આદું, મીઠું સ્વાદ અનુસાર, અને તેલ. આ બધી સામગ્રી ઉતપમ બનાવવા માટે જરૂરી છે.

નોન સ્ટિક પેનમાં હળવું સેકો:
સૌથી પેહલા મિક્સરમાં સૂજી, મેદો, દહી, બ્રેડના ટુકડા મેળવો અને તેમા થોડું પાણી નાખો અને આ બધી સામગ્રીને સરખી રીતે હલાવી લો. તમે ચાહો તો તમારી પસંદ પ્રમાણેની સબ્જી પણ આમાં ભેળવી શકો છો. હવે આ સામગ્રીમાં આદુની પેસ્ટ તથા સમારેલું ધાણાજીરું અને સ્વાદ અનુસારનું મીઠું ભેળવી સારી રીતે મલાવી દો. હવે નોન સ્ટિક પેન ગરમ કરી તેમા થોડું તેલ ભેળવી મોટા ચમચા વળે આ પેસ્ટ આખી ફેલાવી દો.

ટામેટાં સોસ સાથે પીરસો આ બ્રેડ ઉતપમ:
બંને તરફથી લાલાશ પડતો થઈ જાય અને સારી રીતે પાકી જાય ત્યારે આને પ્લેટમાં નીકાળીને
એના પર બારીક સમારેલા કોથમીર મસાલો ભભરાવી ટામેટાં સોસ સાથે પીરસી શકો છો તથા આ નાસ્તાને તેમના ટિફિનમાં પણ આપી શકો છો. બાળક આ નાસ્તો ખુબજ આનંદ લઈને ખાશે.

#HealthyBreakfast #KidsBreakfast #EasyRecipes #NutritiousSnacks #BreadUpma #QuickMeals #KidFriendlyMeals #TastyBreakfast #NutrientRich #BreakfastIdeas #HealthyEats #ChildFriendlyRecipes #HomemadeSnacks #SchoolLunch #BreakfastForKids #SimpleRecipes #NutritiousFood #FamilyMeals #BreakfastInMinutes #FoodForKids #DeliciousSnacks #QuickAndEasy #HealthyEating #BreakfastTime

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code