
હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો
નવી દિલ્હીઃ હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગયા વર્ષે લગભગ 24 કરોડ 10 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી અને મુંબઈ-દિલ્હી સૌથી વ્યસ્ત હવાઈ મથક હતા. 2024માં વિશ્વ હવાઈ પરિવહન અંગે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.
ગયા વર્ષે, ભારતમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં 2023ની સરખામણીમાં 11 ટકાથી વધુનો વધારો થયો હતો. આ સંદર્ભમાં, ભારત જાપાનથી પણ આગળ હતું, જ્યાં 20 કરોડ 50 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. અમેરિકા 87 કરોડ 60 લાખ મુસાફરો સાથે વિશ્વનું સૌથી ટોચ પર છે. ચીન 74 કરોડ 10 લાખ મુસાફરો સાથે બીજા ક્રમે અને બ્રિટન 26 કરોડ 10 લાખ મુસાફરો સાથે ત્રીજા ક્રમે રહ્યું.આ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક હવાઈ મુસાફરી કરનારા તમામ મુસાફરોનો સમાવેશ થાય છે. મુંબઈ-દિલ્હી 10 સૌથી વ્યસ્ત હવાઈ મથકમાં સાતમા સ્થાને હતું, જ્યાં ગયા વર્ષે 5.9 લાખ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી.