1. Home
  2. ગુજરાતી
  3. IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને જીત નોંધાવી
IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને જીત નોંધાવી

IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને જીત નોંધાવી

0
Social Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સ (RR) ને આઠ વિકેટથી હરાવ્યું છે. આ મેચ બુધવારે આસામના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં KKR એ સિઝનની પોતાની પહેલી જીત નોંધાવી હતી.

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 151/9 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ (૩૩), યશસ્વી જયસ્વાલ (૨૯) અને કેપ્ટન રિયાન પરાગ (૨૫) એ ઉપયોગી ઇનિંગ્સ રમી પરંતુ કેકેઆરના બોલરોએ તેમને પડકારદાયક સ્કોર કરવા માટે પરાસ્ત કર્યા હતા. વૈભવ અરોરા, હર્ષિત રાણા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી અને બે-બે વિકેટ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે રનચેસ કરતા 17.3 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા અને મેચ જીતી હતી.

આ જીતનો હીરો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ક્વિન્ટન ડી કોક હતા. જેમણે અણનમ 97 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમણે 61 બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય અંગક્રિશ રઘુવંશીએ 22 રન બનાવ્યા હતા. કેપ્ટન અજિંક્ય રહાણેએ 18 રન અને મોઈન અલીએ પાંચ રન ઉમેર્યા. રાજસ્થાન રોયલ્સનો આ સતત બીજો પરાજય હતો. ટીમને તેની પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે 44 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે KKR એ IPL 2025 માં પોતાનું ખાતું ખોલ્યું, જ્યારે રાજસ્થાન રોયલ્સ હજુ પણ પોતાની પહેલી જીતની શોધમાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code