1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાકોરમાં ભાડાના મકાનમાં રહીને ફેરી કરતા શ્રમિકને 19 કરોડનો ટેક્સ ચુકવવા ITની નોટિસ
ડાકોરમાં ભાડાના મકાનમાં રહીને ફેરી કરતા શ્રમિકને 19 કરોડનો ટેક્સ ચુકવવા ITની નોટિસ

ડાકોરમાં ભાડાના મકાનમાં રહીને ફેરી કરતા શ્રમિકને 19 કરોડનો ટેક્સ ચુકવવા ITની નોટિસ

0
Social Share

નડિયાદ, 3 એપ્રિલ 2026: IT notice to ferry worker ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ભાડાના મકાનમાં રહેતા અને પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા એક શ્રમજીવીને ઈન્કમ ટેક્સે રૂપિયા 19 કરોડનો ટેક્સ ચુકવવાની નોટિસ આપતા પરિવાર માટે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પેટલાદ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં દર્શાવેલી રકમ જોઈને ભલભલાના હોશ ઊડી જાય તેમ છે. આ નોટિસમાં વર્ષ 2021-22 માટે 11 કરોડ 86 લાખ રૂપિયા અને વર્ષ 2022-23 માટે 7 કરોડ 98 લાખ રૂપિયાનો ટેક્સ દર્શાવવામાં આવ્યો છે. આમ, બંને વર્ષનો કુલ આંકડો 19 કરોડ 84 લાખ રૂપિયાની આસપાસ થવા જાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ નોટિસ જે રજિસ્ટર કવરમાં મોકલવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, ડાકોરના ડુંગળા ભાગોળ વિસ્તારમાં સત્યનારાયણ મંદિરની સામે ભાડાના મકાનમાં રહેતા અને ગોમતી ઘાટ પર ફાઈબર અને પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને પેટીયું રળતા એક ગરીબ ફેરિયાને ઇન્કમટેક્સ વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારી છે. ચિરાગ જગદીશભાઈ ભૈયા નામના આ ગરીબ ફેરિયાના હાથમાં જ્યારે આ નોટિસ આવી ત્યારે આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે. બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરતા પરિવાર પર આ નોટિસ પડતા પર પાટા સમાન સાબિત થઈ છે.  પેટલાદ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં દર્શાવેલી રકમ જોઈને ભલભલાના હોશ ઊડી જાય તેમ છે. આ નોટિસમાં વર્ષ 2021-22 માટે અધધ 11 કરોડ 86 લાખ રૂપિયા અને વર્ષ 2022-23 માટે 7 કરોડ 98 લાખ રૂપિયાનો ટેક્સ દર્શાવવામાં આવ્યો છે.  આમ, બંને વર્ષનો કુલ આંકડો 19 કરોડ 84 લાખ રૂપિયાની આસપાસ થવા જાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ નોટિસ જે રજિસ્ટર કવરમાં મોકલવામાં આવી છે, તેના પર જ 5500 રૂપિયાની ટિકિટ લગાવવામાં આવી છે. રોજના માંડ થોડા રૂપિયા કમાતા ફેરિયાના નામે આટલો મોટો આર્થિક વ્યવહાર કેવી રીતે થયો, તે તંત્રની કામગીરી પર અનેક ગંભીર સવાલો ઊભા કરે છે.

ચિરાગભાઈને શરૂઆતમાં નોટિસ વિશે કંઈ જ સમજ ન પડી, પરંતુ જ્યારે તેમણે આસપાસના શિક્ષિત લોકોને આ નોટિસ બતાવીને પૂછપરછ કરી ત્યારે હકીકત જાણીને તેઓ ફસડાઈ પડ્યા હતા.  પોતાની વ્યથા ઠાલવતા ચિરાગભાઈએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, “મારું માત્ર SBI બેંકમાં એક જ ખાતું છે અને તેમાં પણ માંડ 500-600 રૂપિયા જમા છે. મેં મારી જિંદગીમાં ક્યારેય 1 લાખ જોયા નથી. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ ભેજાબાજે આ ગરીબ ફેરિયાના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી મસમોટું કૌભાંડ આચર્યું છે, જેની સઘન તપાસ થવી અત્યંત જરૂરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code