1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ્સ ખૂલી ગયા, વાહનચાલકો માટે જોખમ
અમદાવાદમાં ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ્સ ખૂલી ગયા, વાહનચાલકો માટે જોખમ

અમદાવાદમાં ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ્સ ખૂલી ગયા, વાહનચાલકો માટે જોખમ

0
Social Share

 અમદાવાદ 30 ડિસેમ્બર 2025: Joints opened on Income Tax Overbridge in Ahmedabad શહેરમાં સુભાષ બ્રિજ બાદ ટ્રાફિકથી સૌથી વ્યસ્ત ગણાતા ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજમાં પણ ગંભીર ક્ષતિઓ જોવા મળી છે. માત્ર 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનેલો આ ફ્લાઈ ઓવર બ્રિજ પરના જોઈન્સ ખૂલી જતા વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભુ થયુ છે.

શહેરના આશ્રમ રોડ પર આવેલા ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજના સ્પાન જોઈન્ટ્સ ખુલી ગયા છે. બ્રિજના જોઈન્ટ્સને પકડી રાખવા માટે લગાવવામાં આવેલા સ્ક્રૂ હાલ ખુલ્લી અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો ભય અનુભવી રહ્યા છે. ખૂલ્લા થયેલા સ્ક્રૂ અને ગેપને કારણે વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ બની શકે છે, જે ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી રહી છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, AMC દ્વારા હજી સુધી આસપાસ કોઈ બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી કે નથી કોઈ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ  ગત જુલાઈ માસમાં જ ઈન્કમટેક્સ ફ્લાઈ ઓવરબ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સમયે તંત્રના રિપોર્ટમાં બ્રિજની સ્થિતિ ‘સારી’ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો જુલાઈમાં બ્રિજ સુરક્ષિત હતો, તો થોડા જ મહિનાઓમાં આવી ગંભીર ક્ષતિ કેવી રીતે સર્જાઈ? તે એક મોટો પ્રશ્ન છે. આ બ્રિજ આશરે 6 વર્ષ અગાઉ 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. ટૂંકા ગાળામાં જ બ્રિજની આવી દશા થતા જવાબદાર તંત્ર સામે લોકો ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. આ અંગે AMCની R&B કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું કે, મને આ બાબતે ખ્યાલ નથી. આ અંગે અધિકારી સાથે ચર્ચા કરીને કાર્યવાહી કરીશું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code