જૂનાગઢ, 24 માર્ચ 2026: Kuwadia plant removed ગીરના જંગલના કુદરતી ઘાસના મેદાનો પર ‘કુવાડિયા’ (Senna tora) નામની આક્રમક વનસ્પતિએ કબજો જમાવ્યો હતો. આ બિનજરૂરી વનસ્પતિને કારણે જંગલમાં વસવાટ કરતા ચીતલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓના ખોરાક પર માઠી અસર પડી હતી. તેથી જૂનાગઢ વન વિભાગ દ્વારા એક વિશેષ અને સફળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વન વિભાગે દેવળિયા રેન્જના બેરીયા અને આબુડી વિસ્તારમાં આશરે 400 હેક્ટર જમીન પર ‘મિકેનિકલ કટર્સ’ દ્વારા કુવાડિયાને જમીનદોસ્ત કરવાનો પ્રયોગ કર્યો હતો. જેમાં સફળતા મળી છે. કુવાડિયા વનસ્પતીનો મુળમાંથી નાશ કરીને તેની જગ્યાએ કૂરતી ઘાસ ઉગાડાતા આખો વિસ્તાર ફરીથી ઘટાદાર કુદરતી ઘાસથી ભરાઈ ગયો છે.
એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા વિશ્વપ્રસિદ્ધ ગીરના જંગલમાં છેલ્લા કેટલાક સમયથી ગીરના કુદરતી ઘાસના મેદાનો પર ‘કુવાડિયા’ (Senna tora) નામની આક્રમક વનસ્પતિએ કબજો જમાવ્યો હતો. આ બિનજરૂરી વનસ્પતિને કારણે ચીતલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓના ખોરાક પર માઠી અસર પડી હતી, જેની સીધી અસર આખી ઇકોસિસ્ટમ પર જોવા મળતી હતી. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા એક વિશેષ અને સફળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના પરિણામે ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય ફરી ખીલી ઉઠ્યું છે.
જૂનાગઢ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગીરના જંગલમાં જે આક્રમક વનસ્પતિઓ છે, જેનો ઉલ્લેખ વન વિભાગના મેનેજમેન્ટ પ્લાનમાં પણ છે, તેમાંની મુખ્ય વનસ્પતિ ‘કુવાડિયા’ છે. વૈજ્ઞાનિક રીતે ‘સેના ટોરા’ તરીકે ઓળખાતી આ વનસ્પતિ સ્થાનિક કુદરતી ઘાસ સાથે સ્પર્ધા કરે છે અને તેના પર હાવી થઈ જાય છે. જ્યારે કુવાડિયાનું પ્રમાણ વધે છે ત્યારે તૃણાહારી પ્રાણીઓને પૂરતું ઘાસ મળતું નથી, જેના કારણે શિકારી પ્રાણીઓ અને સમગ્ર આહાર શૃંખલા પ્રભાવિત થાય છે. આ પડકારને પહોંચી વળવા વન વિભાગે દેવળિયા રેન્જના બેરીયા અને આબુડી વિસ્તારમાં આશરે 400 હેક્ટર જમીન પર ‘મિકેનિકલ કટર્સ’ દ્વારા કુવાડિયાને જમીનદોસ્ત કરવાનો પ્રયોગ કર્યો હતો.
કુવાડિયાના કટિંગ બાદ વધારાનો કચરો સુકાઈ જતા વન વિભાગ દ્વારા ત્યાં સ્થાનિક અને પૌષ્ટિક ઘાસની પ્રજાતિઓ જેવી કે ‘ઝિંઝુડો’ અને ‘શણિયાર’નું વાવેતર કરવામાં આવ્યું હતું. આ માટે સીડ બોલ્સ, ઘાસના બીજ અને ટસક (ઘાસના મૂળિયાં)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગના પરિણામો અત્યંત પ્રોત્સાહક રહ્યા છે. આજે એ આખો વિસ્તાર ફરીથી ઘટાદાર કુદરતી ઘાસથી ભરાઈ ગયો છે.


