
- સીસીટીવીમાં તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા,
- અસામાન્ય ઘટનાએ વિસ્તારના લોકોમાં ભારે કુતુહલ સર્જાયુ
- સરહદી જિલ્લામાં અગાઉ પણ અનેક ખગોળીય ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.
ભૂજઃ આકાશમાં ઘણીવાર અદભૂત ખગોળીય ઘટના બનતી હોય છે. ત્યારે કચ્છના ભુજ તાલુકાના રણ કાંઢીના પૈયા અને વરનોરા સહિતના ગામોમાં મધરાત બાદ 3.12 વાગ્યે આકાશમાં અચાનક તેજપુંજ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઉનાળાની ઋતુને કારણે ઘણા લોકો અગાસીમાં સૂતા હતા. આ દરમિયાન આકાશમાં કેટલીક ક્ષણો માટે એવો તેજપુંજ સર્જાયો કે જાણે દિવસ ઊગી નીકળ્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
કચ્છના ભૂજ તાલુકામાં મધરાત બાદ રાતના 3,12 વાગ્યો અદભૂત ખગોળીય ઘટના બની હતી. અને થોડી મીનીટ માટે પ્રકાશનો તેજ પૂંજ જોવા મળ્યો હતો. સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ તેજ પ્રકાશ પથરાયેલો જોવા મળ્યો હતો. ફૂટેજમાં આકાશમાંથી તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ અસામાન્ય ઘટનાએ વિસ્તારના લોકોમાં ભારે કુતુહલ સર્જ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ માટે જાણીતો છે. અહીં રણ, દરિયો અને ડુંગરનો સમન્વય છે અને કર્કવૃત્ત રેખા પણ પસાર થાય છે. આ સરહદી જિલ્લામાં અગાઉ પણ અનેક ખગોળીય ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.