1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રિય બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત
કેન્દ્રિય બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત

કેન્દ્રિય બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત

0
Social Share

નવીદિલ્હી,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજુ કરેલા 2026-27ના બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના વારાણસી, જૌનપુર સહિત પૂર્વાંચલના લોકો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ ટેક્સટાઇલ સેક્ટર માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી.

કેન્દ્રિય નાણામંત્રીએ પોતાના અંદાજપત્રિય પ્રવચનમાં મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત કરી હતી, જેમાં ખાદી અને હેન્ડલૂમ ઉદ્યોગ માટે આ નવી યોજનાથી.વારાણસી, જૌનપુર, મિર્ઝાપુરના કાર્પેટ ઉદ્યોગ અને અન્ય જિલ્લાઓના હેન્ડલૂમ કારીગરોને લાભ મળશે.

 છેલ્લા કેટલાક સમયથી આ હેન્ડલૂમ કારીગરો સતત વધી રહેલા ખર્ચના પડકારોનો સામનો કરી રહ્યા છે. રેડીમેડ કપડાંના વધતા ટ્રેન્ડને જોતાં આ યોજનાની જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હેન્ડલૂમ કારીગરોને નવી મશીનરી ખરીદવામાં પણ મદદ મળશે. ભારતમાં દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ મનાવવામાં આવે છે. હેન્ડલૂમ વિરાસતનું રક્ષણ કરવા અને કારીગરોની આજીવિકા સુનિશ્ચિત કરવા માટે વધુ સારા અવસરો આપવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં દેશના ટેક્સટાઇલ સેક્ટર માટે પણ મહત્વની જાહેરાત કરી હતી. સરકારે ખાદી અને હસ્તશિલ્પ વસ્ત્રોને મજબૂતી આપવા માટે એક વ્યાપક કાર્ય યોજના લાવવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે, નેશનલ ફાઇબર સ્કીમ લાવવામાં આવશે, જેના માધ્યમથી રેશમ, ઊન અને જૂટ જેવા કુદરતી રેશાઓ તેમજ ભવિષ્યના ‘માનવ-નિર્મિત’ અને ઔદ્યોગિક રેશાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં આવશે.

 નિર્મલા સીતારમણે ‘ટેક્સટાઇલ એક્સપાન્શન એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્કીમ’ની પણ જાહેરાત કરી છે, જે પારંપરિક ઔદ્યોગિક ક્લસ્ટરોના આધુનિકીકરણ પર કેન્દ્રિત રહેશે. આના અંતર્ગત સરકાર મશીનરીની ખરીદી માટે મૂડીગત સહાય, ટેકનિકલ અપગ્રેડેશન અને આંતરરાષ્ટ્રીય માનકોના પરીક્ષણ કેન્દ્રો સ્થાપિત કરવામાં મદદ કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code