
- સેન્સેક્સ 150.82 (0.19%) પોઈન્ટના વધારા સાથે 79,088.76 ના સ્તરે ટ્રેડ થયો
- ખરીદારોએ આગળ આવતા માર્કેટ ફરી લીલા નિશાન તરફ વળ્યું
મુંબઈઃ ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઉતારચડાવ જોવા મળી રહ્યો છે, ગઈકાલે એનએસઈ અને બીએસઈ લાલ નીશાન સાથે બંધ થયાં હતા. જો કે, આજે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા બાદ ગણતરીના સમયમાં જ માર્કેટ લાલ નિશાન તરફ આગળ વધ્યું હતું.
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 150.82 (0.19%) પોઈન્ટના વધારા સાથે 79,088.76 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 14.25 (0.06%) પોઈન્ટ વધીને 24,153.25 પર પહોંચ્યો હતો. બુધવારે શરૂઆતી કારોબાર દરમિયાન બજારમાં અસ્થિરતા જોવા મળી હતી. લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થયાના થોડા સમય બાદ સેન્સેક્સ અને નિફ્ટી વેચવાલી દબાણને કારણે લાલ નિશાન પર પહોંચી ગયા હતા. જો કે, ખરીદદારો ફરી આગળ વધ્યા અને સેન્સેક્સ અને નિફ્ટી લીલા રંગમાં પરત ફર્યા હતા.
#StockMarketUpdate, #SensexToday, #Nifty, #IndianStockMarket