1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાપીમાં ભંગારના 35 ગોદામોમાં લાગી ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકનો જથ્થો ખાક
વાપીમાં ભંગારના 35 ગોદામોમાં લાગી ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકનો જથ્થો ખાક

વાપીમાં ભંગારના 35 ગોદામોમાં લાગી ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકનો જથ્થો ખાક

0
Social Share

વાપી, 30 માર્ચ 2026: Massive fire breaks out in 35 scrap warehouses શહેરના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પછી એક 35થી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન ગોદામમાં કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટના મોટા જથ્થાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા ફળિયા વિસ્તારમાં ગત મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. ડુંગરી ફળિયા સ્થિત મદીના મસ્જિદ પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનો આગની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આ આગ આસપાસના અન્ય 35 જેટલા ગોડાઉનોમાં પ્રસરી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ આકાશમાં દૂર-દૂર સુધી દેખાતી હતી. રહેણાંક વિસ્તારની નજીક આગ હોવાથી તકેદારીના ભાગરૂપે લોકોને તાત્કાલિક ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ભીષણ આગની ગંભીરતા જોતા વાપી મનપા, GIDC, નોટિફાઇડ એરિયા ઉપરાંત દમણ અને સેલવાસથી પણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. કાફલા સાથે પહોંચેલા લાશ્કરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code