
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં રક્ષાબંધનના દિવસે એક મોટી ઘટના બની હતી. શનિવારે બપોરે આનંદ વિહાર સ્થિત એક હોસ્પિટલમાં આગ લાગી હતી. ઓક્સિજન સિલિન્ડર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગયા બાદ, કાચ તોડીને દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બાકીના ઓક્સિજન સિલિન્ડર સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, નહીં તો મોટી દુર્ઘટના બની શકી હોત. આગ લાગ્યા બાદ અમિત નામના હાઉસકીપિંગ સ્ટાફે પોતાને સ્ટોર રૂમમાં બંધ કરી દીધો હતો, જેના કારણે તેનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. આ ઉપરાંત દિવાલ ધરાશીયા થવાની ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાં હતા. આમ દિલ્હીમાં બે અલગ-અલગ ઘટનામાં 9 વ્યક્તિના મોત થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આનંદ વિહારમાં કોસ્મોસ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ જોઈને હોસ્પિટલના સ્ટાફે દિલ્હી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતાં જ ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગયા બાદ, કાચ તોડીને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઓક્સિજન સિલિન્ડર સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનામાં હોસ્પિટલના હાઉસકીપિંગ સ્ટાફ અમિતનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર લોકો બેભાન થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સમયસર બધાને બચાવી લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કોસ્મોસ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ બાદ લગભગ બે થી ત્રણ ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. હોસ્પિટલમાં ધુમાડો ભરાઈ જવાને કારણે, દાખલ દર્દીઓને કાચ તોડીને પુષ્પાંજલિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાકીના સિલિન્ડરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.