1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વટવા તળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન કરાયું
અમદાવાદમાં વટવા તળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન કરાયું

અમદાવાદમાં વટવા તળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન કરાયું

0
Social Share

અમદાવાદ, 20 જાન્યુઆરી 2026:  શહેરના ચંડોળા તળાવ અને ઈસનપુર બાદ વટવા તળાવ વિસ્તારમાં આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાતા અનેક પરિવારો ઘર વિહાણા બન્યા હતા. દરમિયાન ઘર વિહાણો થયેલા રહિશોનો સામાન હાલ રોડ ઉપર છે, જેથી તેમને ઠંડીના સમયમાં ઘરવિહોણા ન રહેવું પડે તેના માટે નજીકના આશ્રય ગૃહમાં ખસેડવા માટે ઘર બતાવવા માટે AMTS બસમાં લઈ જવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના તળાવોને દબાણમુક્ત કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ચંડોળા અને ઈસનપુર બાદ આજે વહેલી સવારથી વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તળાવની અંદર અને તેની આસપાસ ખડકાયેલા 400 જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી છે અને  બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાશે. શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. 10 હિટાચી મશીન અને 5 JCB મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે. મ્યુનિ.ના અધિકારીએ જણાવ્યુ હતું કે, ધાર્મિક સિવાયના દબાણો હટાવાશે અને વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.

પોલીસ અધિકારીના કહેવા મુજબ  આજે વટવા વિસ્તારમાં વાંદરવટ તળાવમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. જેમાં 3:30 સુધી વધારે પોલીસ અધિકારીઓને કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં એરિયલ સર્વેલ્નસ ડ્રોન મારફતે કરવામાં આવી રહ્યું છે. નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને તમામ લોકોને સંલગ્ન વિભાગ સાથે સંપર્ક કરાવી કાર્યવાહી કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code