- ટર્મિનલ બન્યા બાદ અમદાવાદથી દરરોજ 150 ટ્રેન ઉપડી શકશે,
 - વટવા ખાતે રેલવેની પૂરતી જગ્યા અને સારી સુવિધા છે,
 - વટવાના નવા ટર્મિનલમાં ટ્રેનોનું મેન્ટેનન્સ કરી શકાશે
 
અમદાવાદઃ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદને વધુ ટ્રેનોનો લાભ મળે તે હેતુથી વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવવાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે. કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપ બાદ 45 ટ્રેનો શરૂ કરાશે. જ્યારે વટવા રેલવે સ્ટેશ પર ટર્મિનલ બન્યા બાદ 150 ટ્રેનોનો લાભ મળી શકશે, વટવા ખાતે રેલવે પાસે પુરતી જગ્યા છે. અને સારી સુવિધા આપી શકાય તેમ છે. તેમ રેવલે મંત્રીએ ઉમેર્યુ હતું.
અમદાવાદમાં હાલ કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે મંત્રીના જણાવ્યા મુજબ અમદાવાદથી દરરોજ લગભગ 45 ટ્રેનો શરૂ થઈ શકે છે, જ્યારે આ ટર્મિનલ બન્યા બાદ 150 જેટલી ટ્રેનો દરરોજ અહીંથી શરૂ થઈ શકશે.
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતાં કહ્યું હતું કે, અમદાવાદની નજીક વટવા ખાતે મેગા રેલવે ટર્મિનલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વટવા ખાતે રેલવેની પૂરતી જગ્યા અને સારી સુવિધા હોવાથી આ ટર્મિનલનું નિર્માણ થશે, જેમાં 10 નવી પ્લેટફોર્મ લાઇન અને સ્ટેબલિંગ લાઇન પણ બનાવવામાં આવશે.હાલમાં અમદાવાદથી દરરોજ લગભગ 45 ટ્રેનો શરૂ થઈ શકે છે, જ્યારે આ ટર્મિનલ બન્યા બાદ 150 જેટલી ટ્રેનો દરરોજ અહીંથી શરૂ થઈ શકશે.
રેલ્વે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં 20 સ્ટેશન એવા છે, જ્યાં પર લગાતાર નવી ટ્રેનોની ડિમાન્ડ આવે છે. એટલે આવા રેલવે સ્ટેશનો પર કેપેસિટી વધારવી બહુ જરૂરી છે. આ 20 સ્ટેશનોમાં મોટા શહેર છે જેમ કે દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, તેમજ અમદાવાદ અને સુરત ગુજરાતમાં આ બંને શહેર એવા છે જ્યાં પર લગાતાર નવી ટ્રેનો માટે ડિમાન્ડ આવે છે. તો આ બધા દેશભરમાં મોટા શહેરોના કેપેસિટી વધારવા માટે એક મોટો ફેક્ટર હોય છે કે નવા ટર્મિનલ બનાવવામાં આવે. નવા ટર્મિનલમાં જેમાં જે ગાડીઓ આવે ગાડીનું મેન્ટેનન્સ તેમાં પ્રાઇમરી મેન્ટેનન્સ કરી શકીએ, જેનાથી ગાડીને ત્યાંથી સ્ટાર્ટ કરી શકીએ.
રેલવે મંત્રીએ ઉમેર્યુ હતું કે, દેશના ખૂણે-ખૂણેમાં જે ડિમાન્ડ હોય છે. તેવું જ મુંબઈમાં પણ ચાલી રહ્યું છે, તેવું જ કામ દિલ્હી માટે પણ ચાલી રહ્યું છે, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, લખનઉ, પટના, લગભગ દેશભરમાં બધા મોટા શહેરોમાં કેપેસિટી ડબલ કરવાનું કામ ચાલી રહ્યું છે. કેપેસિટી બધી જગ્યાએ વધારી રહ્યા છીએ. મેગા ટર્મિનલ્સ બની રહ્યા છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

