
મૂડીઝનો દાવો: ટ્રમ્પની નીતિઓને અમેરિકા મંદીના કાગાર પર પહોંચાડ્યું
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર સત્તામાં આવ્યા બાદ સતત એવા નિર્ણય લઈ રહ્યા છે કે જેના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. ‘અમેરિકા ફર્સ્ટ’ના નારા હેઠળ દુનિયાભરના દેશો પર ટેરિફ લગાવવાની તેમની નીતિ હવે અમેરિકાને જ ભારે પડી રહી છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝના દાવા મુજબ, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા મંદીના મુહાને પર આવી પહોંચ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ વારંવાર દાવો કરતા આવ્યા છે કે તેમના નેતૃત્વ હેઠળ અમેરિકાની અર્થવ્યવસ્થા અત્યાર સુધીની સૌથી મજબૂત છે. પરંતુ મૂડીઝના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક ઝેંડીએ આ દાવા પર સવાલ ઊભા કર્યા છે. તેમની વાત મુજબ, અમેરિકા હાલમાં નોકરી, ગ્રાહક ભાવે થી લઈને તમામ ક્ષેત્રે ‘લાલ નિશાન’ પર ઉભું છે. ટ્રમ્પ પ્રશાસન જ્યાં જીડીપી વૃદ્ધિ, વિદેશી રોકાણમાં વધારો અને મોંઘવારી પર નિયંત્રણને પોતાની સફળતા ગણાવી રહ્યું છે, ત્યાં હકીકત એકદમ વિપરીત છે.
મૂડીઝના ચીફ ઈકોનોમિસ્ટે કહ્યું કે અમેરિકાની ખરાબ અર્થવ્યવસ્થાની જે આશંકાઓ મહિનાઓથી વ્યક્ત થઈ રહી હતી, તે હવે હકીકતમાં રૂપાંતરિત થઈ રહી છે. તેમનું અનુમાન છે કે 2025ના અંત સુધીમાં અમેરિકા ગંભીર મંદીમાં ફસાઈ જશે. હાલ તો તેઓ માનતા નથી કે અમેરિકા મંદીમાં છે, પરંતુ તે સ્પષ્ટપણે મંદીના કાગાર પર ઊભું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ક ઝેંડી એ જ અર્થશાસ્ત્રી છે જેમણે 2008ના વૈશ્વિક આર્થિક સંકટનો સચોટ અંદાજ લગાવ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ ટ્રમ્પ પ્રશાસનની વેપાર અને રોજગાર નીતિઓ પર સતત સવાલ ઉઠાવતા આવ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે કે આ પગલાંઓનો સીધો ઘાતક અસર અમેરિકાની અર્થવ્યવસ્થાને સહન કરવો પડી શકે છે.