1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાહનચાલકો E-ચલણ પેટે દંડની રકમ હવે ગુગલ પે, ફોન પે, ભીમ-પે, યોનો એપથી ભરી શકશે
વાહનચાલકો E-ચલણ પેટે દંડની રકમ હવે ગુગલ પે, ફોન પે, ભીમ-પે, યોનો એપથી ભરી શકશે

વાહનચાલકો E-ચલણ પેટે દંડની રકમ હવે ગુગલ પે, ફોન પે, ભીમ-પે, યોનો એપથી ભરી શકશે

0
Social Share
  • વાહન માલિકો-ચાલકો માટે દંડ ભરવાની પ્રકિયા સરળ બનાવી,
  • ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે લીધો મહત્વનો નિર્ણય,
  • વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન ભરી શકતા હતા,

ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકભંગના ગુનામાં ઈ-ચલણ આપ્યા બાદ વાહનચાલકોને દંડની રકમ ભરવા મુશ્કેલી પડતી હતી, વાહનચાલકો નેટ બેન્કિંગ, ડેબીટ કે ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન દંડ ભરી શકતા હતા. હવે ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા  વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો જેમ કે ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશ દ્વારા દંડની રકમ ભરી શકશે.

ગુજરાતમાં ટ્રાફિક ભંગના ગુનામાં વર્ષ 2023થી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની સાઇડ ઉપરથી તથા PoS મારફત ભરી શકતા હતા. હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે. તેના માટે એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. BBPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઇની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.

આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણા ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ઓનલાઇન ચુકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઇ કર્યા બાદ સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે. આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તથા વાહનચાલકોને સહેલાઇથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે, જે ડિજિટલ ગુજરાતના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code