1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આઈ લવ ઈન્ડિયા સહિત પતંગોમાં અવનવી વેરાઈટી, પતંગ-દોરીની નીકળી ધૂમ ખરીદી
આઈ લવ ઈન્ડિયા સહિત પતંગોમાં અવનવી વેરાઈટી, પતંગ-દોરીની નીકળી ધૂમ ખરીદી

આઈ લવ ઈન્ડિયા સહિત પતંગોમાં અવનવી વેરાઈટી, પતંગ-દોરીની નીકળી ધૂમ ખરીદી

0
Social Share

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:  ઉત્તરાણને હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે પતંગ અને દોરીની ધૂમ ખરીદી નીકળી છે. પતંગ પર્વને લઈને બાળકો-યુવાનો સહિતનાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પતંગરસિયાઓમાં પતંગ, દોરી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓ બજારમાં ખરીદી કરી રહ્યા છે. જોકે આ વખતે પતંગ અને દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તેમજ  પતંગ બજારમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2026 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે.

ગુજરાતભરમાં ઉત્તરાણનું પર્વ ભારે હર્ષોલ્લાસથી મનાવવામાં આવતું હોય છે. ઉત્તરાણની સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. પતંગ અને દોરીના ભાવમાં દર વર્ષે વધારો થતો હોય છે. ગત વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા 15થી 20 હતી, જેના માટે આ વર્ષે હવે રૂપિયા 20થી 25 ચૂકવવા પડશે. આમ, પંજે 5-10 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં રૂ.6થી લઈ 250 સુધીની બજારમાં પતંગના પંજા ઉપલબ્ધ છે. આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૂપિયા 100 હતી, પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે,  આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં 1000 વાર દોરીના 100થી લઈ 300 સુધી, 2000 વાર દોરીના 200થી 700 અને 5,000 વાર દોરીના 500થી હજાર સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 100 નંગ પતંગના ભાવો જોઈતો, સફેદ ચિલ રૂપિયા 300, કલર ચિલ રૂપિયા 360, કલર ચિલ પ્રિન્ટના રૂપિયા 420, લેમન ચિલ પ્રિન્ટના રૂપિયા 420, સફેદ પ્રિન્ટ ચિલના રૂપિયા 360, સફેદ ચાંદ ચિલના રૂપિયા 380, કલર ચાંદ ના રૂપિયા 420 હોલસેલ ભાવો જોવા મળ્યા છે.

પતંગના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓના કહેવા મુજબ  આ વર્ષે પતંગોમાં જૂદી જુદી વેરાયટીઓ જોવા મળી રહી છે, જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2026 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે. આમ ઉત્તરાયણ પર્વ બ્યુગલ, ગેસના ફુગ્ગાઓ, ડોક્ટર પટ્ટી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓનો લોકો ખરીદી કરી રહ્યા છે. જોકે, ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે, તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code