1. Home
  2. ગુજરાતી
  3. હોકી ઈન્ડિયામાં હવે કોઈ ખેલાડીને નહીં મળે જર્સી નંબર 16
હોકી ઈન્ડિયામાં હવે કોઈ ખેલાડીને નહીં મળે જર્સી નંબર 16

હોકી ઈન્ડિયામાં હવે કોઈ ખેલાડીને નહીં મળે જર્સી નંબર 16

0
Social Share
  • ગોલકીપર પીઆર શ્રીજેશની જર્સી નંબર 16 હતી
  • હોકી ઈન્ડિયાએ જર્સી નંબર 16ને લઈને કરી જાહેરાત
  • ઓલિમ્પકમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી શ્રીજેશએ

નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ બુધવારે સુપ્રસિદ્ધ ગોલકીપર પીઆર શ્રીજેશની 16 નંબરની જર્સી નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. એટલે હોકીની ભારતીય ટીમના કોઈ પણ પ્લેયરને હવે જર્સી નંબર 16 આપવામાં નહીં આવે. આ સ્ટાર ખેલાડીએ તાજેતરમાં પૂર્ણ થયેલી પેરિસ ગેમ્સમાં દેશને સતત બીજો ઓલિમ્પિક મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી તેમણે નિવૃત્તિની જાહેરાત કરી.

હોકી ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ભોલા નાથ સિંહે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કહ્યું કે લગભગ બે દાયકાથી 16 નંબરની જર્સી પહેરનાર 36 વર્ષીય શ્રીજેશ જુનિયર હોકી ટીમના રાષ્ટ્રીય કોચની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું, “શ્રીજેશ હવે જુનિયર ટીમનો કોચ બનવા જઈ રહ્યો છે અને અમે સિનિયર ટીમ માટે 16 નંબરની જર્સીને રિટાયર કરી રહ્યા છીએ. અમે જુનિયર ટીમ માટે 16 નંબરની જર્સીને રિટાયર કરી રહ્યાં નથી.”

ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો અને આ સાથે જ શ્રીજેશે હોકીને અલવિદા કહી દીધું છે. શ્રીજેશ લાંબા સમયથી ભારતીય હોકી ટીમનો મહત્વનો સભ્ય છે. શ્રીજેશે પેરિસ ઓલિમ્પિકમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિરોધી ટીમની સામે દિવાલ બનીને ઉભો રહ્યો હતો. સ્પેન સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં પણ શ્રીજેશે છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર સેવ કરીને તેમને લીડ લેતા અટકાવ્યા હતા. આ રીતે ટીમે શ્રીજેશને વિજય સાથે વિદાય આપી.

 

#PRSreejeshLegacy, #JerseyNumber16Retired, #HockeyIndiaHonorsSreejesh, #LegendaryGoalkeeper,  #OlympicMedalist, #ParisGamesHero, #IndianHockeyLegend, #SreejeshRetires, #Number16Immortalized, #HockeyIcon, #TributeToSreejesh, #IndianSportsLegend, #Forever16, #Number16ForeverRetired, #HonoringGreatness, #LegacyLivesOn

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code