1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-રાજકોટ હાઈવે પર હવે લાઈટ વ્હીકલ વાહનોએ પણ ટોલ ચુકવવો પડશે!
અમદાવાદ-રાજકોટ હાઈવે પર હવે લાઈટ વ્હીકલ વાહનોએ પણ ટોલ ચુકવવો પડશે!

અમદાવાદ-રાજકોટ હાઈવે પર હવે લાઈટ વ્હીકલ વાહનોએ પણ ટોલ ચુકવવો પડશે!

0
Social Share
  • તત્કાલિન આનંદીબેનની સરકારે અમદાવાદ-રાજકોટ હાઈવે સહિત 16 રોડ પર ફોરવ્હીલને ટોલ મુક્તિ આપી હતી
  • ગુજરાત સરકારે જૂની સિસ્ટમ મુજબ ટોલ ન વસૂલવો જોઈએ તેવી દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી
  • અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાર ટોલપ્લાઝા બનાવી દેવાયા

અમદાવાદ તા.24 ડિસેમ્બર 2025: Toll for light vehicles will be collected on Ahmedabad-Rajkot highway રાજકોટ-અમદાવાદ હાઈવેના સિક્સલાઈનનું કામ વર્ષોથી ચાલી રહેલું કામ હવે લગભગ પૂર્ણતાને આરે છે. 200 કીમીના હાઈવે પર ચાર ટોલ પ્લાઝા બનાવી દેવામાં આવ્યા છે. નવા વર્ષના પ્રારંભે નવી ટોલ નીતિ મુજબ ટોલટેક્સ વસુલાશે. જેમાં કાર સહિત લાઈટ વ્હીકલ વાહનોને પણ ટોલ ચુકવવો પડે તેવી શક્યતા છે. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારે રાજકોટ-અમદાવાદ હાઈવે સહિત 16 રોડ પર ફોર વ્હિલ ચાલકોને ટોલમાંથી મુક્તિ આપી હતી. હવે આ હાઈ-વે પર ફોર વ્હિલ ચાલકો પાસેથી ટોલ વસૂલવો કે કેમ? તે માટે રાજ્ય સરકારે જૂની સિસ્ટમ મુજબ ટોલ ન વસૂલવો જોઈએ તેવી દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી દીધી છે ત્યારે જો કેન્દ્ર સરકાર મંજુરી આપશે તો અંગ્રેજી નવા વર્ષના પ્રારંભે ફોર વ્હિલ ચાલકોને ટોલરૂપી નવો ડામ સહન કરવો પડશે.

રાજકોટ- અમદાવાદને જોડતા નેશનલ હાઈવેને સિક્સલેનમાં પરિવર્તિત કરવાની કામગીરીને સાત વર્ષ પૂર્ણ થવા છતાં કામગીરી હજુ પણ અધૂરી છે ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અધૂરા સિક્સલેન હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામ કરવાની સાથે જ નવા બનેલા સિક્સલેન હાઇવે પણ ટોલ વસૂલવા તજવીજ શરૂ કરી છે. ટોલટેક્સ વસૂલવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થઇ ગયા છે. જે અન્વયે રાજકોટથી અમદાવાદ સુધીના 201 કિલોમીટરના હાઇવે પણ રાજકોટના માલિયાસણથી બાવળાના ભાયલા સુધી ચાર ટોલબૂથ શરૂ કરવામાં આવશે. જેથી આગામી સમયમાં રાજકોટથી કુવાડવા, હિરાસર એરપોર્ટ સુધી જવા માટે પણ લોકોને ટોલ ચૂકવવો પડશે. જોકે ટોલબૂથ ક્યારે શરૂ થશે તે અંગેની તારીખ અને દર હજુ ફાઇનલ થયા નથી, પરંતુ નવા વર્ષની શરૂઆતમાં જ ટોલબૂથ શરૂ કરવામાં આવે તેમ હોવાના હાઈવે ઓથોરિટીએ સંકેતો આપ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-રાજકોટ હાઇવે સિક્સલેનમાં રૂપાંતરિત કરવા માટે વર્ષ 2018માં પ્રોજેક્ટ શરૂ થયા બાદ વર્ષ 2020માં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. જોકે કોરોના મહામારી અને જમીન સંપાદન પ્રક્રિયામાં વિરોધ સહિતની બાબતોને લઈ વર્ષ 2020માં પ્રથમ વખત, વર્ષ 2023માં બીજી અને ત્રીજી વખત મુદત વધારવામાં આવ્યા બાદ માર્ચ 2024 ચોથી વખત તેમજ ઓક્ટોબર 2025માં પાંચમી મુદત વધારવામાં આવી હતી. જે બાદ જુલાઈ 2025 મુદત વિત્યા બાદ નવેમ્બર 2025માં પણ મુદત પૂર્ણ થઇ છે છતાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા, ચોટીલા અને બગોદરા સહિતના સ્થળોએ ટ્રાફિક સમસ્યા યથાવત્ છે.

રાજકોટ -અમદાવાદ નેશનલ હાઇવે પર પ્રથમ ટોલબૂથ માલિયાસણ ગામ નજીક, બીજું ટોલબૂથ સાયલાના આયા ગામ પાસે, ત્રીજું ટોલબૂથ લીંબડી અને બગોદરા વચ્ચે આવેલા કાનપરા ગામ પાસે તેમજ ચોથું ટોલબૂથ બાવળાના ભાયલા ગામ નજીક નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી સિક્સલેન પ્રોજેક્ટ પૂર્ણ થયે અમદાવાદ-રાજકોટ વચ્ચે વાહનચાલકોને ચાર-ચાર સ્થળે ઊભા રહી ટોલટેક્સ ચૂકવવો પડશે. કાર સહિત લાઈટ વ્હીકલ વાહનોને ટોલમાંથી મુક્તિ અપાયેલી છે, જે હવે કેન્દ્ર મંજુરી આપશે તો ટેલ ટેક્સ ચુકવવો પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code