
ભારતીય સેનાએ લાહોર સહિતના શહેરોમાં હુમલો કર્યાનો પાકિસ્તાનનો દાવો
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મંગળવારે મોડી રાતે પાકિસ્તાનમાં જોરદાર હુમલો કર્યો હતો. ભારતે પોતાની સીમામાં રહીને જ પાકિસ્તાન ઉપર મીસાઈલથી હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાનના નવ વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યાં હતા. દરમિયાન પાકિસ્તાને દાવો કર્યો છે કે, બુધવારે રાતના ભારતેએ કેટલાક સ્થળોને નિશાન બનાવીને ઈઝરાયલી હૈરય ડ્રોન્સનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. પાકિસ્તાને સેનાએ જણાવ્યું હતું કે, આ હુમલો, લાહોર, કરાચી, ગુજરાવાલા, ચકવાલ, રાવલપિંડી, બહાવલપુર, મિયાંવાલી અને ચોર શહેરમાં કરવામાં આવ્યો હતો. આ એટેક અમારા શહેરોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટિનેંટ જનરલ અહમદ શરીફ ચૈધરીએ દાવો કર્યો છે કે, અમે 12 ડ્રોન તોડી પાડ્યાં છે. તેને લાહોર અને કરાચીમાં તોડી પાડવામાં આવ્યાં છે. તેમજ પોતાના દાવાને સાચો સાબિત કરવા માટે કેટલાક ફોટોગ્રાફ પણ શેર કર્યાં છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે, ભારતની આ કાર્યવાહી ગંભીર છે અને અમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમારી સેના પણ સંપૂર્ણ રીતે એલર્ટ છે. પાકિસ્તાન ઉપર 50 જેટલા ડ્રોનથી હુમલો કરવાનો જાણવા મળે છે. લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ નાશ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ચીને પાકિસ્તાનને 3 જેટલી એર ડિફેન્સ સિસ્ટમ આપી હતી.