1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરના જોરાવરનગર રોડ પર પૂરફાટ ઝડપે કારે રાહદારીને અડફેટે લેતા મોત
સુરેન્દ્રનગરના જોરાવરનગર રોડ પર પૂરફાટ ઝડપે કારે રાહદારીને અડફેટે લેતા મોત

સુરેન્દ્રનગરના જોરાવરનગર રોડ પર પૂરફાટ ઝડપે કારે રાહદારીને અડફેટે લેતા મોત

0
Social Share
  • લોકોએ કારચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો
  • કારની ટક્કરથી રાહદારી યુવાન વીજ થાંભલા સાથે અથડાયો
  • બીજો યુવાન પૂરફાટ ઝડપે કારને જોઈને દુકાનના ઓટલાં પર ચડી જતાં બચી ગયો

સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના જોરાવરનગર રોડ પર ટેક્સી પાસિંગની પૂરફાટ ઝડપે આવેલી કારે રાહદારી યુવાનને અડફેટે લીધો હતો. જેથી યુવાન કાર અને વીજળીના થાંભલા સાથે અથડાતા ઢળી પડ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે. સ્થાનિક લોકોએ કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરેન્દ્રનગરના જોરાવરનગર રતનપરના ‎કોઝવે રોડ પરથી કારચાલક માહિર દીપભાઇ ડોડિયા કાર લઈને ‎પૂરપાટ ઝડપે નીકળ્યો હતો.‎ માતૃશ્રી કોમ્પલેક્ષ પાસે અન્ડરબ્રિજ‎ નજીક કારનો કાબૂ ગુમાવતા રસ્તે‎ ચાલતા યુવક વિજય પાટડિયાને અડફેટે લીધો ‎હતો. કારે ટક્કર મારતા યુવક કાર‎ અને થાંભલાની વચ્ચે અથડાયો‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ હતો અને ઢળી પડ્યો હતો. કારની‎ ઝડપ વધુ હોવાથી અકસ્માત બાદ‎ કાર દુકાનના ઓટલા સાથે અથડાઇ‎ હતી. અકસ્માતના બનાવ બાદ લોકોનાં ટોળાં‎ રસ્તા પર ઊમટી પડ્યાં હતાં.‎ પોલીસે ઘટના સ્થળેથી દોડી જઈને ‎કારચાલક માહિર ડોડિયાને ઝડપી લીધો હતો.‎

આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહદારી યુવક વિજયભાઇ ‎ધનજીભાઇ પાટડિયાને સારવાર અર્થે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેમાં એનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જોરાવરનગર પોલીસે સ્થળ પરથી અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગોઝારા અકસ્માતના સામે આવેલા સીસીટીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, માતૃશ્રી કોમ્પલેક્ષ પાસે બે યુવક રોડ પર ચાલતાં ચાલતાં જાય છે, ત્યારે સામેથી આવતી કાર અચાનક આડી થઇને ઢસડાય છે. એ જોઇને બંને યુવકો બચવાનો પ્રયત્ન કરે છે. જેમાં એક યુવક દુકાન બાજુ ભાગે છે, જે કાર અને થાંભલા વચ્ચે આવી જાય છે. જ્યારે અન્ય યુવક સામેની બાજુ ભાગે છે. જેથી તે થોડા માટે રહી જાય છે. જો એ યુવક પણ દુકાન બાજુ ભાગ્યો હોત તો કદાચ એના જીવને પણ જોખમ હતું. બેફામ કારની ટક્કરે એક બાઇક પણ પડી જતું હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code