1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં પાલતું સ્વાન માટે હવે 15મી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
ગાંધીનગરમાં પાલતું સ્વાન માટે હવે 15મી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

ગાંધીનગરમાં પાલતું સ્વાન માટે હવે 15મી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

0
Social Share

ગાંધીનગર, 20 માર્ચ 2026: Pet dog registration  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશને પેટડોગ માટે રજિસ્ટ્રેશનનો ફરજિયાત નિયમ બનાવ્યો છે. પણ પેટડોગના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન માટે હજુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ત્યારે મ્યુનિ.દ્વારા પેટ ડોગ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે શહેરના નાગરિકો આગામી 15 એપ્રિલ, 2026 સુધી પોતાના પાલતુ શ્વાનનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાલતુ શ્વાન (પેટ ડોગ)ના રજિસ્ટ્રેશનની મુદત 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મ્યુનિ. દ્વારા આ પ્રક્રિયા માટે 90 દિવસની મુદત નક્કી કરવામાં આવી હતી. આ અગાઉનો નિર્ધારિત સમયગાળો 15 ડિસેમ્બર, 2025થી શરૂ થઈને 16 માર્ચ, 2026 સુધીનો હતો. જોકે, હજુ પણ અનેક માલિકો રજિસ્ટ્રેશનથી વંચિત હોવાનું જણાતા અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મ્યુનિ.ના તંત્રએ પેટડોગ રજિસ્ટ્રેશનની મુદ્દત લંબાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના આંકડાઓ મુજબ 527થી વધુ લોકોએ પોતાના પાલતુ શ્વાનનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

ગાંધીનગર મ્યુનિના સૂત્રોએ જણાવ્યું છે કે,  પેટડોગ રજિસ્ટ્રેશન માટે અરજદારો ઓનલાઈન માધ્યમથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે, જેનાથી પ્રક્રિયામાં સરળતા રહેશે. જોકે, ફોર્મ ભર્યા બાદ અરજદારે પોતે રૂબરૂ મ્યુનિની કચેરી ખાતે જઈને જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા માટે કેટલાક મહત્વના પુરાવાઓ ફરજિયાત કરવામાં આવ્યા છે. જે અન્વયે અરજદારનું લેટેસ્ટ ટેક્સ બિલ, કોઈપણ એક સરકારી ઓળખપત્ર, લાઈટ બિલ અથવા ગેસ બિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્વાનની સુરક્ષા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને માન્ય વેટેનરી ડોક્ટર દ્વારા આપવામાં આવેલું એન્ટીરેબીઝ વેક્સિનનું સર્ટિફિકેટ રજૂ કરવું અનિવાર્ય છે. ડોક્યુમેન્ટેશનમાં પાલતુ શ્વાનનો ફોટો, માલિકનો ફોટો તેમજ શ્વાનને રાખવાની જગ્યાનો ફોટો પણ સાથે રાખવો પડશે. મ્યુનિએ  તમામ શ્વાન માલિકોને અપીલ કરી છે કે, આ વધારાની મુદતનો લાભ લઈ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવું, જેથી ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી ન સર્જાય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code