- સાણંદ નજીક ચાઈનિઝ દોરીનો જથ્થો પકડાયા બાદ પોલીસ દાદરાનગર હવેલી પહોંચી,
- ફેકટરીમાં ચાઈનિઝ દોરા બનાવવામાં આવતા હતા
- સ્થાનિક પોલીસની મદદથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે રેડ પાડી
અમદાવાદઃ Chinese rope seized સાણંદ નજીક એક ફાર્મ હાઉસમાં પોલીસે રોડ પાડીને સાડાસાત લાખની કિંમતની પ્રતિબિધિત ચાઈનિઝ દોરીનો જથ્થો પકડી પાડ્યો હતો. અને ચાર શખસોની ધરપકડ કરીને પૂછતાછ કરતા દાદરાનગર હવેલીમાં એક ફેકટરીમાંથી ચાઈનિઝ દોરીનો જથ્થો લવાયો હોવાનું કહેતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરાનગર હવેલી જઈને સ્થાનિક પોલીસની મદદ લઈને ફેટકટરી પર દરોડો પાડતા ચાઈનિઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 2.24 કરોડની કિંમતનો ચાઈનીઝ દોરી અને દોરી બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે.
પોલીસ સત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ભિખા રાણા,રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગાવાણીની ધરપકડ કરવામાં આવી હતી.આ ચાઈનીઝ દોરી નો જથ્થો દાદરા નગર ખાતેથી વિરેન પટેલે મોકલ્યો હોવાની હકિકત ખૂલી હતી. દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે દાદરા નગર હવેલી પહોંચી હતી જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી.ત્યારે ત્યાંથી એક ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઈનીઝ દોરી નો 1.50 કરોડનો જથ્થો, ચાઈનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો મટીરીયલ મળીને કુલ 50 લાખ એમ કુલ 2 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને રો મટીરીયલ કબ્જે કરવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત પોલીસ દ્વારા બાવળામાંથી પણ 12.91 લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો વટામણ ચોકડી પાસેથી 9.60 લાખ રૂપિયાનો જથ્થો આણંદમાંથી બે લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો એમ કુલ 2.34 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો.


