1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિનિયર સિટિઝનોને સાયબર માફિયાથી બચાવવા પોલીસે 35 બેન્કો સાથે ટાઈઅપ કર્યું
સિનિયર સિટિઝનોને સાયબર માફિયાથી બચાવવા પોલીસે 35 બેન્કો સાથે ટાઈઅપ કર્યું

સિનિયર સિટિઝનોને સાયબર માફિયાથી બચાવવા પોલીસે 35 બેન્કો સાથે ટાઈઅપ કર્યું

0
Social Share

 અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:  શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરતા હોય છે. તેથી  સિનિયર સિટિઝનોને સાયબર માફિયાઓથી બચાવવા માટે સાયબર ક્રાઈમ પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં 35 જેટલી બેન્કો સાથે ટાઈઅપ કરીને નોડલ ઓફિસરો સાથે એક વોટસએપ ગ્રૂપ બનાવ્યું છે. અને બેન્કના સ્ટાફને સૂચના અપાઇ છે કે, કોઈપણ સિનિયર સિટીઝન લાખો રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરે તો તાત્કાલિક સાઈબર ક્રાઈમને જાણ કરવી. આમ કરવાથી છેલ્લા એક મહિનામાં 3 સિનિયર સિટિઝનના રૂપિયા બે કરોડ બચાવીને  ડિજિટલ એરેસ્ટથી મુકત કરાવવામાં સફળતા મળી છે.

સાઈબર ક્રાઈમના ડીવાયએસપી હાર્દિક માકડિયાના કહેવા મુજબ  બેન્કોમાં નોડલ ઓફિસર હોય છે. 35 બેન્કના નોડલ ઓફિસરો સાથે વાત કર્યા બાદ એક વોટસએપ ગ્રૂપ બનાવ્યું છે. સાઈબર ગઠિયા સિનિયર સિટિઝનોને ડિજિટલી એરેસ્ટ કરી, નાણાં પડાવતા હોઇ, કોઈ વૃદ્ધ આરટીજીએસથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરવા આવે તો તરત પૈસા ટ્રાન્સફર ન કરીને કંઈક અજુગતું લાગે તો તાત્કાલિક સાઈબર ક્રાઈમને જાણ કરવી જોઈએ. બેન્કના અધિકારીઓએ સહકાર આપતા સાબર ક્રાઈમ બ્રાન્ચની ઝૂંબેશને સફળતા મળી છે. અને સિનિયર સિટિઝનોના બે કરોડ રૂપિયા સાબર માફિયાઓને ટ્રાન્સફર થતા બચાવ્યા છે. જેમાં શહેરના મણિનગરમાં રહેતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહિલા કોચ રૂ.33.35 લાખનું આરટીજીએસ કરવા ગયા હતા. તેમાં જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના હતા તે ખાતું તેલંગાણાનું હતું. જેથી બેંક મેનેજરને શંકા જતાં તેમણે સાઈબર ક્રાઈમને જાણ કરી હતી. આ ઉપરાંત સાબરમતીના વૃદ્ધા રૂ.27 લાખનું આરટીજીએસ કરવા બેન્કમાં ગયા હતા. ચેક ક્લિયરિંગનું કામ કરતા સ્ટાફ મેમ્બરને શંકા જતા તેમણે મેનેજરને જાણ કરી હતી. મેનેજરે વૃદ્ધાને પૂછતા તેમણે યોગ્ય જવાબ આપ્યો ન હતો. શંકા જતાં તેમણે પૈસા ટ્રાન્સફર ન કર્યા અને સાબર ક્રાઈમને જાણ કરી હતી. આ ઉપરાંત ઘાટલોડિયામાં રહેતા એક વૃદ્ધને ગઠિયાઓએ ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. પૈસા આપવા વૃદ્ધે મ્ચ્યુઅલ ફંડ, અન્ય ફંડના પૈસા તોડાવીને રૂ.1.43 લાખ આરટીજીએસ કરવા પ્રોસેસ કરી હતી. વેપારીને શંકા જતાં તેમણે બેન્કને જાણ કરી પૈસા ટ્રાન્સફર થવા દીધા નહતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code