રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે, પતંજલી યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં જોડાયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તરાખંડની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમનું સ્વાગત કર્યું હતું.
દ્રૌપદી મુર્મુ પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હરદ્વારમાં સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર ભાર મૂકતા કહ્યું કે પુરૂષો અને મહિલાઓની સમાન ભાગીદારી જરૂરી છે.
બાદમાં, રાષ્ટ્રપતિ રાજપુર રોડ પર ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવા અને રાષ્ટ્રપતિ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય સાહિત્ય, સંસ્કૃતિ અને કલા મહોત્સવના સહભાગીઓ સાથે વાતચીત કરવા માટે દહેરાદૂન પહોંચશે.
આવતીકાલે, સુશ્રી મુર્મુ દહેરાદૂનમાં ઉત્તરાખંડ વિધાનસભાના ખાસ સત્રને સંબોધિત કરશે અને નૈનીતાલ રાજભવનની સ્થાપનાના 125 વર્ષ નિમિત્તે યોજાનારા સમારોહમાં ભાગ લેશે. 4 નવેમ્બરે, રાષ્ટ્રપતિ કૈંચી ધામ ખાતે નીમ કરોલી બાબા આશ્રમની મુલાકાત લેશે અને નૈનીતાલમાં કુમાઉ યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.


