- મ્યુનિ.કોર્પોરેશને 6000 બાકીદારોને નોટિસ ફટકારી
- નોટિસ અપાયા બાદ રૂપિયા 6.82 કરોડની વસુલાત થઈ
- મ્યુનિએ રૂપિયા 50 હજારથી વધુ વેરો બાકી હોય એવા પ્રોપર્ટીધારકોની યાદી તૈયાર કરી
ગાંધીનગર તા. 24 ડિસેમ્બર 2025: Property tax collection campaign શહેરમાં અનેક લોકો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આળસ દાખવી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. દ્વારા 6000 જેટલા બાકી ટેક્સ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ વધુ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એવી વધુ 61 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે બાકી ટેક્સધારકોને નોટીસો અપાયા બાદ પ્રોપર્ટી ટેક્સની 6.82 કરોડ રૂપિયાની વસૂલાત થઇ શકી છે.
પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા મિલકતધારકો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ. દ્વારા પ્રથમ 1 લાખથી વધુ રકમના બાકીદારો અને બીજા તબક્કે 50 હજારથી વધુ રકમના બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમને તબક્કાવાર નોટીસ આપવામાં આવી રહી છે. આ પ્રકારે કુલ 5915 બાકીદારોને આખરી નોટીસ ફટકારવામાં આવી હતી. આખરી નોટીસ બાદ પણ વેરો નહીં ભરનાર બાકીદારો સામે મિલકત ટાંચમાં લેવા અને જપ્તી વોરંટ ઇશ્યુ કરવાના પગલાં લેવાઇ રહ્યા છે. આ પ્રકારે 61 મિલકતોને સીલ કરી દેવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની કાર્યવાહીથી પ્રોપર્ટી ટેક્સ બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મ્યુનિ. દ્વારા 6000 જેટલા બાકી ટેક્સ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ વધુ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એવી વધુ 61 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે બાકી ટેક્સધારકોને નોટીસો અપાયા બાદ પ્રોપર્ટી ટેક્સની 6.82 કરોડ રૂપિયાની વસૂલાત થઇ શકી છે. હવે નોટિસ આપ્યા બાદ વધુ મિલકત વેરો બાકી હશે તો નળ-ગટરના કનેક્શનો કાપવા સહિત સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જીએમસી દ્વારા ચાલું વર્ષમાં 1લી એપ્રિલથી અત્યારસુધીમાં 1.23 લાખ મિલકતધારકો પાસેથી 65.44 કરોડ રૂપિયાના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવામાં આવી છે.


