વડોદરા, 12 એપ્રિલ 2026: Punitive action against stray cattle and public littering શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર ઢોરને છૂટા મુકી દઈને અને ગંદકી ફેલાવનારા ઢોર માલિકો સામે મ્યુનિ.એ કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. મ્યુનિ.કોર્પોરેશનના દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા ONE DAY ONE ROAD PROGRAM અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 09 અંતર્ગત આવતા પાર્વતી નગર, સેવાસી કેનાલ પાસે રહેતા એક પશુ માલિક દ્વારા જાહેર માર્ગ પર ગંદકી કરવામાં આવી હોવાના કારણે તેમની સામે દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ વોર્ડ નંબર 16ના ગાજરાવાડી વિસ્તારમાં એક પશુ માલિક દ્વારા પશુઓને જાહેર માર્ગ પર છોડવામાં આવ્યા હોવાથી સંબંધિત માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી.
વડોદરા શહેરમાં કેટલાક પશુપાલકો ઢોરને છૂટા મુકી દેતા હોય છે. જેને લીધે જે તે વિસ્તારમાં રખડતા ઢોરને લીધે મુશ્કેલી ઊભી થતી હોય છે. તેમજ પશુઓને જે જગ્યાએ રાખવામાં આવતા હોય ત્યાં ભારે ગંદકી થતી હોય છે. તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિના ONE DAY ONE ROAD PROGRAM અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 09 અંતર્ગત આવતા પાર્વતી નગર, સેવાસી કેનાલ પાસે રહેતા એક પશુ માલિક દ્વારા જાહેર માર્ગ પર ગંદકી કરવામાં આવી હોવાના કારણે તેમની સામે દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ વોર્ડ નંબર 16ના ગાજરાવાડી વિસ્તારમાં એક પશુ માલિક દ્વારા પશુઓને જાહેર માર્ગ પર છોડવામાં આવ્યા હોવાથી સંબંધિત માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ અમી રેસિડેન્સીથી કપુરાઈ પોલીસ સ્ટેશન રોડ પર આવેલા ડિવાઈડર પરથી છાણાં સહિત સૂકો કચરો સાફ કરાવી, છાણાં કબ્જે લેવામાં આવ્યા છે. વહીવટી વોર્ડ નંબર 15 દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્થાનિક પશુ માલિકો પાસેથી વહીવટી ચાર્જ (દંડ) પણ વસૂલ કરવામાં આવ્યો છે. કેટલ પાર્ટીની ટીમ દ્વારા આ અભિયાન દરમિયાન કુલ 12 પશુ પકડવાની કામગીરી કરવામાં આવી છે.


