1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાયનલ દરમિયાન વરસાદની શક્યતા
અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાયનલ દરમિયાન વરસાદની શક્યતા

અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાયનલ દરમિયાન વરસાદની શક્યતા

0
Social Share
  • ગુજરાતમાં 8મી જુન સુધી છૂટા-છવાયા વરસાગની આગાહી
  • મોદી સ્ટેડિયમમાં વરસાદ વિધ્નરૂપી ન બને તે માટે આયોજકોએ કરી પૂર્વ તૈયારીઓ,
  • સ્ટેડિયમમાં ફાયનલ મેચની ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદૂરની થીમ પર યોજશે

અમદાવાદઃ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં IPLની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ​​​​​​ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે દેશના અન્ય શહેરોમાંથી ક્રિકેટ રસિયાઓ ફાયનલ મેચ જોવા માટે અમદાવાદ આવી પહોચ્યા છે. બીજીબાજુ રાજ્યના હવામાન વિભાગે આજે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. એટલે ક્રિકેટરસિયાઓ ચિંતામાં મુકાયા છે. કે આઈપીએલની ફાયનલ મેચ દરમિયાન વરસાદ વિધ્નરૂપી તો નહીં બને ને !, જોકે ફાયનલ મેચના આયોજકોએ સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારીઓ કરી છે.

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં IPLની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ​​​​​​ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે ક્લોઝિંગ સેરેમની ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ક્લોઝિગ સેરેમનીમાં સ્ટેડિયમને તિરંગા કલરની લાઇટથી સજાવાશે અને સિંગર શંકર મહાદેવન ન.મો. સ્ટેડિયમને ગજવશે. આજની ફાયનલ મેચને લીધે ક્રિકેટરસિયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજીબાજુ આજે બપોરથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા અને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવાથી મેચ દરમિયાન વરસાદ પડશે કે કેમ તે અંગે ક્રિકેટરસિયાઓમાં ચિંતા પ્રસરી છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરી છે. આજે  અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ છે, એને વરસાદનું વિઘ્ન નડે એવી શક્યતા છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરા અને નગર-હવેલીમાં 30થી 40 કિલોમીટર પવનની ઝડપ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મોદી સ્ટેડિયમમાં ગત  રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં વરસાદનું વિઘ્ન આવતાં મેચ મોડી શરૂ થઈ હતી. આ જ પ્રકારનું વાતાવરણ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે યોજાનારી ફાઈનલ મેચ વચ્ચે જોવા મળી શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code