1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ નવા કરબોજ ફગાવીને મંજુર કર્યું
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ નવા કરબોજ ફગાવીને મંજુર કર્યું

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ નવા કરબોજ ફગાવીને મંજુર કર્યું

0
Social Share

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026:  રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ.કમિશનરે રજુ કર્યા બાદ બજેટમાં સુધારા-વધારા કરી, નવા કરબોજને ફગાવીને સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા 3604.90 કરોડના બજેટ મંજુરીની મહોર મારી છે. હવે આ બજેટ સામાન્ય સભામાં રજુ કરાશે.

 રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના નાણાકીય વર્ષ 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 3604.90 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. આગામી મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ. કમિશનરે સૂચવેલા 95 કરોડના કરબોજને સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો હતો. તેમજ મહિલાઓ માટે નવી 3 પિન્ક બસ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડ્રાઇવર અને કંડકટર બન્ને મહિલા હશે આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા સમયે માતાની સાથે 12 વર્ષ સુધીનું સંતાન હશે તો તે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.

 રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2025-26નું રીવાઈઝ અને 2026-27નું બજેટ આજે  સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસ કરી શાશકો અને સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કરી 3604.90 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. મનપા કમિશનર દ્વારા 95 કરોડનો કરબોજ જનતા પર મુકવામા આવ્યો હતો જેને ફગાવી દઈ કરબોજ મુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આજે બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે, મિલ્કત વેરા તથા પાણી વેરા ઉપર વ્યાજ માફી યોજનામાં વિસ્તારના મિલ્કત ધારકોને બાકી રહેલ ટેક્ષ પર ચડત વ્યાજમાં વ્યાજ માફી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત ફ્લાવર બેડ એટલે કે આર્કિટેક્ચરલ પ્રોજેક્શન માટે બી.યુ. રેગ્યુલાઇઝેશન ફીમાં હપ્તા પદ્ધતિ લાગુ રહેશે જેમાં 50 લાખથી ઓછી રકમ હોય તો એક સાથે અને 50 લાખથી વધુ હોય તો એક વર્ષની અંદર ચાર હપ્તાની અંદર રૂપિયા ભરપાઈ કરવાના રહેશે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજકોટ રેસકોર્સ સંકુલ બ્યુટીફીકેશન સાથે નવીનીકરણ પણ કરવામાં આવશે જેમાં અંદરના રસ્તાઓની રી-ડિઝાઇન, ફૂટપાથ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ, અને ખાસ એક દિવ્યાંગો માટે પાર્ક બનાવવામાં આવશે જેના માટે તબક્કા વાર 10 કરોડની જોગવાઈ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code