1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નિવૃત બેન્ક મેનેજરે પેન્શન હયાતી ખરાઈ માટે લીન્ક ડાઉનલોડ કરતા 10 લાખ ઉપડી ગયા
નિવૃત બેન્ક મેનેજરે પેન્શન હયાતી ખરાઈ માટે લીન્ક ડાઉનલોડ કરતા 10 લાખ ઉપડી ગયા

નિવૃત બેન્ક મેનેજરે પેન્શન હયાતી ખરાઈ માટે લીન્ક ડાઉનલોડ કરતા 10 લાખ ઉપડી ગયા

0
Social Share

વડોદરા, 13 એપ્રિલ 2026: Retired bank manager loses Rs 10 lakh while downloading link શહેરમાં બેન્કના એક નિવૃત મેનેજર સાયબર માફિયાની ઠગાઈનો ભોગ બન્યા છે. નિવૃત બેન્ક મેનેજરને પેન્શનની હયાતી માટે ખરાઈ માટે તેના મોબાઈલ ફોન પર કોઈએ એક લીન્ક મોકલી હતી. અને લીન્ક ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું, સાયબર માફિયાએ જે લીન્ક મોકલી હતી તે BOB Life Certificate Update.apk નામની ફાઈલ ડાઉનલોડ કરતા જ તેમનો ફોન હેન્ગ થઈ ગયો હતો. અને સાયબર માફિયાએ બેન્ક મેનેજરના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

વડોદરા શહેરમાં સાયબર ગુનેગારોએ ઠગાઇની વધુ એક નવી પદ્ધતિ અપનાવી નિવૃત્ત બેંક મેનેજરને નિશાન બનાવી તેમના ખાતામાંથી 10 લાખની રકમ ઉપાડી લીધી છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, સરકાર દ્વારા પેન્શન ધારકોને લાઇફ સર્ટિફિકેટ (હયાતીનો દાખલો) ઓનલાઇન જમા કરાવવાની સુવિધા પણ આપવામાં આવી છે. પરિણામે સૂસેન તરસાલી રોડ ઉપર રહેતા 65 વર્ષીય પરેશ નરહરિપ્રસાદ પંડ્યા જેઓ બેંક ઓફ બરોડાના નિવૃત્ત સિનિયર મેનેજર છે તેમણે પેન્શન મેળવવા માટે દર વર્ષની જેમ ઓનલાઇન લાઇફ સર્ટિફિકેટ અપલોડ કરી દીધું હતું. એના થોડા સમય બાદ તેમને મોબાઈલ પર કોલ આવ્યો હતો. અને જણાવ્યું હતું કે વેરિફિકેશન માટે બીજો કોલ આવશે તેમાં પ્રક્રિયા પૂર્ણ થશે એ બહાને વોટ્સએપ પર વીડિયો કોલ આવશે એમ જણાવ્યું હતું. બાદમાં અન્ય નંબર ઉપરથી વીડિયો કોલ કરી ફરિયાદીને તેમની મોબાઈલ સ્ક્રીન શેર કરવા લલચાવ્યા હતા. આ દરમિયાન, BOB Life Certificate Update.apk નામની એક જોખમી ફાઈલ ડાઉનલોડ કરાવી હતી.  સ્ક્રીન શેરિંગ ચાલુ હોવાથી સાયબર માફિયાએ ફરિયાદીના બેંક વ્યવહાર ઉપર નિયંત્રણ મેળવી લીધુ હતું. વિડિઓ કોલ ચાલુ હતો એ દરમિયાન ફરિયાદીને છેતરીને તેમના બે અલગ-અલગ ખાતાઓમાંથી 5 લાખ લેખે કુલ 10 લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ માબાઈલ ફોન હેન્ગ થઈ ગયો હતો.

આ અંગેની જાણ થતાં જ નિવૃત મેનેજર સાયબર ક્રાઈમ પોલીસે મથકે પહોંચી ગયા હતા અને ફરિયાદ નોંધાવી દીધી હતી. જેને પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી બેંક ખાતાની વિગતોના આધારે ભેજાબાજોની તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code