1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હિંમતનગરમાં મેરેજ બ્યુરોના નામે વાંઢા યુવકોને ફસાવતી લૂંટેરી દૂલ્હન ગેન્ગ પકડાઈ
હિંમતનગરમાં મેરેજ બ્યુરોના નામે વાંઢા યુવકોને ફસાવતી લૂંટેરી દૂલ્હન ગેન્ગ પકડાઈ

હિંમતનગરમાં મેરેજ બ્યુરોના નામે વાંઢા યુવકોને ફસાવતી લૂંટેરી દૂલ્હન ગેન્ગ પકડાઈ

0
Social Share

હિંમતનગર, 09 માર્ચ 2026: Robbery bride gang caught  ગુજરાતમાં જે યુવાનોના લગ્ન ન થતાં હોય, કન્યા મળતી નહોય એવા વાંઢા યુવાનોને શોધીને મેરેજ બ્યુરોના નામે લગ્ન કરાવી દેવાની લાલચ આપીને ફસાવતી લૂંટેરી દૂલ્હન ગેન્ગના 4 સભ્યોને સાબરકાંઠા LCB અને હિંમતનગર બી-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં 4 યુવાનો પાસેથી કુલ 13.83 લાખની માતબર રકમ દલાલી પેટે ખંખેરી લીધી હોવાનું બહાર આવ્યું છે.

 હિંમતનગરમાં દિવ્યશક્તિ મેરેજ બ્યુરોના નામે ચાલતા લગ્ન કૌભાંડનો પર્દાફાશ થયો છે. લગ્ન કરવા ઈચ્છતા યુવકોને જાળમાં ફસાવી, બોગસ લગ્ન કરાવી અને ત્યારબાદ ડર બતાવી છૂટાછેડા લેવડાવી લાખો રૂપિયા પડાવતી લૂંટેરી દુલ્હન ગેંગના 4 સભ્યોને સાબરકાંઠા LCB અને હિંમતનગર બી-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે દંપતી, એજન્ટ અને લૂંટેરી દુલ્હનને પકડી બાકીના 5 આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.

 હિંમતનગરના રહેવાસી સંજયકુમાર કાન્તિભાઈ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અર્બુદાનગર સોસાયટીમાં રહેતા મનોજ સોની અને તેમના પત્ની કવિતા સોની દિવ્યશક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા. આ દંપતીએ સુરત અને મધ્યપ્રદેશના એજન્ટો સાથે મળીને સંજય સોનીને સારી છોકરી સાથે લગ્ન કરાવી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આ પેટે તેઓએ સંજય અને અન્ય ત્રણ યુવકો પાસેથી કુલ 13.83 લાખની રકમ મેળવી લીધી હતી. રકમ મેળવ્યા બાદ બોગસ લગ્ન કરાવી, વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરાઇ હતી. સંજયકુમાર કાન્તિભાઈ સોનીના કહેવા મુજબ મનોજ સોની અને તેમના પત્ની કવિતા સોનીએ હિંમતનગરમાં મેરેજ બ્યુરો ખોલી અન્ય એજન્ટો સાથે મળીને કાવતરું રચ્યું હતું. આરોપીઓએ સંજયને વિશ્વાસમાં લઈ 2.50 લાખની દલાલી નક્કી કરી બિહારની દિવ્યાકુમારી નામની યુવતી સાથે તેમના લગ્ન કરાવ્યા હતા. લગ્નના માત્ર એક મહિનામાં જ દિવ્યાએ ઘરે ફાવતું નથી અને જમવાનું સંતાડી રાખે છે જેવા ખોટા બહાના કાઢી વિવાદ ઉભો કર્યો હતો. આરોપીઓએ સંજયને પોલીસ કેસની ધમકી આપી દબાણપૂર્વક છૂટાછેડા કરાવી લીધા હતા અને દલાલીના 2.50 લાખમાંથી માત્ર 50હજાર પરત આપી બાકીના 2 લાખ પચાવી પાડ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code