1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો
અમદાવાદમાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો

અમદાવાદમાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો

0
Social Share

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં શાહીબાગ અન્ડરબ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીને લીધે છેલ્લા 5 દિવનસથી બંધ કરાયો હતો. બીજીબાજુ સુભાષબ્રિજ પણ બંધ કરાયો હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ થતાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો છે. તેથી એરપોર્ટ, શાહીબાગ અને સિવિલ હોસ્પિટલ તરફ જતા વાહનચાલકોને રાહત થઈ છે.

 શહેરમાં શાહીબાગ અન્ડર બ્રિજ પણ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે પાંચ દિવસ બંધ રાખવામાં આવ્યો હતો. જે આજે 28 જાન્યુઆરીના રોજ કામગીરી પૂર્ણ થઈ જતા સવારથી શાહીબાગ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. રોજના હજારોની સંખ્યામાં વાહનો અંડર બ્રિજમાંથી પસાર થતાં હોય છે ત્યારે પાંચ દિવસ માટે બંધ કરવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી પૂર્ણ થઈ જતા વાહન વ્યવહાર ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

 એએમસીના સૂત્રોના કહેવા મુજબ  શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વ્યસ્ત અને એરપોર્ટ તરફ જવા માટેનો શાહીબાગ અંડર બ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે 23 જાન્યુઆરીના રોજ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી વાહન ચાલકોને શાહીબાગ ગિરધરનગર પાસેના ઓવર બ્રિજ તેમજ ડફનાળા રિવરફ્રન્ટ થઈને જવું પડી રહ્યું હતું. જોકે આજે 28 જાન્યુઆરીના રોજ કામગીરી પૂર્ણ થઈ જતા સવારથી જ શાહીબાગ અંડર બ્રિજને વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. જેથી દિલ્હી દરવાજા તરફથી એરપોર્ટ લોકો જઈ શકશે, જ્યારે એરપોર્ટથી શહેરમાં આવવા માટે વાહન વ્યવહાર પૂર્વવત થઈ જતા લોકોને હાલાકી ઓછી પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code