
• શિગેરુ ઈશિબા આવતા અઠવાડિયે શપથગ્રહણ કરશે
• અગાઉ શિગેરુ ઈશિબા સંરક્ષણ પ્રધાનનો કાર્યભાળ સંભાળી ચુક્યાં છે
નવી દિલ્હીઃ જાપાનમાં ફરી એકવાર વડાપ્રધાન બદલાય તેવી સ્થિતિ ઉભી થઈ થઈ છે. જાપાનના શાસક પક્ષે પૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરુ ઈશિબાને પોતાના નવા નેતા તરીકે નિયુક્ત કર્યાં છે. તેઓ આગામી અઠવાડિયે વડાપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળે તેવી શકયતાઓ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જાપાનના શાસક પક્ષે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરુ ઇશિબાને તેના નેતા તરીકે ચૂંટ્યા છે, જેઓ આવતા અઠવાડિયે દેશના વડા પ્રધાન તરીકે શપથ લેશે. શિગેરુ તેમની ઓફિસમાં મોડલ યુદ્ધ જહાજો અને ફાઈટર પ્લેન રાખવા માટે જાણીતા છે.
ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન ચીન અને ઉત્તર કોરિયા દ્વારા ઊભા થયેલા જોખમોનો સામનો કરવા માટે ‘એશિયન નાટો’ની રચનાની દરખાસ્ત કરવા માટે જાણીતા છે. શિગેરુ ઇશિબા વારંવાર યુનાઇટેડ સ્ટેટ્સ વિશે નિવેદનો આપે છે. Fumio Kishida ના પરંપરાગત અભિગમની તુલનામાં, Shigeru Ishiba હંમેશા અલગ રહ્યો છે. શિગેરુ ઈશિબાએ ઘણીવાર કહ્યું છે કે, જાપાને વિદેશ નીતિ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ સ્વાયત્ત ભૂમિકા ભજવવી જોઈએ.